Monday, June 8, 2026
HomeGujaratવિસનગરના ભાજપ નગરસેવક દીપક મોદીનો આપઘાત, ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

વિસનગરના ભાજપ નગરસેવક દીપક મોદીનો આપઘાત, ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

- Advertisement -

Visnagar BJP party worker death: વિસનગરમાં ભાજપના અગ્રણી અને વોર્ડ નંબર-1ના નગરસેવક દીપક મોદીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વહેલી સવારે બનેલી આ ઘટનામાં ટ્રેન નીચે આવી જતાં તેમના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, દીપકભાઈ મોદીએ વહેલી સવારે વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. આ દુર્ઘટના વિસનગરના પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે બની હતી.

- Advertisement -

દીપક મોદી વિસનગર નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. તેમની પક્ષમાં સક્રિય ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને નગરપાલિકામાં પક્ષના નેતા તરીકે પણ જવાબદારી સોંપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, 54 વર્ષીય દીપક મોદી સેવાભાવી અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય અગ્રણી તરીકે જાણીતા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે પણ જોડાયેલા હતા. તેમના પરિવારમાં એક દીકરી અને બે દીકરા સહિત કુલ ત્રણ સંતાન છે.

દીપક મોદી મહિલા સખી મંડળ અને ગૃહ ઉદ્યોગના સંચાલન સાથે સંકળાયેલા હતા અને મહિલા સશક્તિકરણ તેમજ સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત હતા. તેમની પત્ની ભારતીબેન મોદી પણ કાંસા એન.એ. પંચાયતના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે.

- Advertisement -

ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, પરિચિતો અને શુભેચ્છકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને વિસનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ભાજપના જિલ્લા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

હાલ પોલીસે આપઘાત પાછળના કારણોની તપાસ શરૂ કરી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular