Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadGSRTC ના કર્મચારીઓએ એક સપ્તાહ સુધી વિરોધ કાર્યક્રમ યોજશે, ખાનગીકરણ અને આર્થિક...

GSRTC ના કર્મચારીઓએ એક સપ્તાહ સુધી વિરોધ કાર્યક્રમ યોજશે, ખાનગીકરણ અને આર્થિક લાભના પ્રશ્નો કારણભૂત

- Advertisement -

Gujarat ST Employees Protest : ગુજરાત એસટી મજદૂર મહાસંઘે કર્મચારીઓના પડતર પ્રશ્નો અને એસટીના ખાનગીકરણ (Privatization of GSRTC) ને લઈને આંદોલનનું એલાન કર્યું છે. એસટી નિગમની મુખ્ય તથા વિભાગીય કચેરીઓ અને બસ ડેપોની બહાર એસટી કર્મીઓ હાથના બાવડે કાળી પટ્ટી બાંધી ધરણાં પર બેસીને દેખાવો કરશે. તારીખ 18થી 25 જૂન સુધી એમ એક સપ્તાહ સુધી તબક્કાવાર આંદોલનની જાહેરાત કરી છે.

એસટી નિગમના નિર્ણયોને લઈને કર્મચારીઓએ આંદોલનનું રણશિંગુ ફૂંકી દીધું છે. કરોડો રૂપિયા ચૂકવીને ખાનગી એજન્સી પાસેથી બસ ભાડે લેવા તેમજ આઉટસોર્સિંગથી હજારો ડ્રાઈવર અને કંડકટરની ભરતી કરવાના નિર્ણયથી કર્મચારીઓ ગિન્નાયા છે. આ ઉપરાંત સાતમું પગાર પંચ લાગુ કરવા અને મોંઘવારી એરિયર્સ ચૂકવવાના મામલે આંદોલનની તૈયારી કર્મચારીઓએ કરી લીધી છે. 18, 19 અને 20મી જૂને કર્મચારીઓ હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવશે. 22 અને 23ના રોજ કર્મચારીઓ કચેરી બહાર બેસીને રામધૂન બોલાવશે. 24મી જૂને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી અને નિગમના વડાને ટેગ કરી સોશિયલ મીડિયા પર આંદોલન ચલાવશે. 2 જૂનના રોજ એસટી નિગમની તમામ વિભાગીય કચેરી સામે ધરણાં પ્રદર્શન યોજાશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular