નવજીવન. અમદાવાદ: અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા એલન ટ્યુશન ક્લાસિસના (Alan classis) શિક્ષકની વસ્ત્રાપુર પોલીસ (vastrapur police station) દ્વારા દૂષકર્મના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મયંક દિક્ષિત (mayank dixit ) નામનો એક શિક્ષક પોતાની જ એક વિદ્યાર્થિની સાથે બે વર્ષ સુધી દુષ્કર્મ કરતો રહ્યો અને (Ahmedabad Teacher Raped Student) જ્યારે યુવતીના લગ્નની વાત આવી ત્યારે અંગત પળોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપતો હતો.
આ યુવતી 2016માં મયંક દિક્ષિતની વિદ્યાર્થિની હતી. તે દરમિયાન 2016થી 2018 સુધી આ શિક્ષક આ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરતો રહ્યો હતો અને હવે જ્યારે યુવતીના લગ્નની વાત ચાલી રહી છે ત્યારે આ શિક્ષકે યુવતીને બ્લેકમેઈલ કરવાનું ચાલુ કરી દીધું. તે યુવતી લગ્ન કરશે તો અંગત પળના વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. યુવતીથી આ સહન ન થતાં તેણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસ દ્વારા મયંક દિક્ષિતની ધરપકડ કરી લેવામાં આવી છે. પહેલા તે એલન ક્લાસીસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો હવે તે બાયજુસ નામના ઓનલાઈન પ્લેટફોર્મ પર શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












