નવજીવન. નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. ગુરુવારે પણ કોરોનાના નવા કેસ 3 લાખની આસપાસ રહ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કુલ 2,86,384 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે. જો કે ગઇકાલની સરખામણીમાં કેસોમાં નજીવો વધારો જ થયો હતો. બુધવારે કોરોનાના નવા 2,85,914 કેસ નોંધાયા હતા. દેશમાં સંક્રમણના કુલ કેસ 4 કરોડને પાર પહોંચી ગયા છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન 573 દર્દીઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,91,700 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
ભારતના વર્તમાન એક્ટીવ કેસ 22 લાખ (22,02,472)ના આંકડાને પાર કરી રહ્યા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સંખ્યા કરતા સાજા થનારા લોકોની સંખ્યા વધુ હોવાથી છેલ્લા 24 કલાકમાં એક્ટીવ કેસોમાં ઘટાડો થયો છે. કુલ કેસમાં એક્ટિવ કેસનો હિસ્સો ૫.૪૬ ટકા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન 3,06,357 દર્દીઓ સાજા થયા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 3,76,77,328 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. રિકવરી રેટ 93.33 ટકા છે. દૈનિક સંક્રમણ રેટ ૧૯.૫૯ ટકા છે જ્યારે સાપ્તાહિક સંક્રમણ રેટ ૧૭.૭૫ ટકા છે.
દેશભરમાં રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં વેક્સિનના 163.84 કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. ટેસ્ટિંગની વાત કરીએ તો અત્યાર સુધીમાં 72.21 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 14,62,261 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












