નવજીવન. મુંબઇ: યુટ્યુબ પર બોલિવૂડ ફિલ્મના કથિત કોપીરાઇટ ઉલ્લંઘનને લઇને ગૂગલ, તેના સીઇઓ સુંદર પિચાઇ અને કંપનીના અન્ય પાંચ કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટના આદેશ પર કોપીરાઇટના કથિત ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે. ડિરેક્ટર-પ્રોડ્યુસર સુનીલ દર્શને જણાવ્યું હતું કે, “મેં ન તો મારી ફિલ્મ એક હસીના થી, એક દીવાના થા”ના રાઇટ્સ કોઈને આપ્યા હતા કે ન તો યુટ્યુબ પર રિલીઝ કરી હતી. જોકે આ ફિલ્મ યુટ્યુબ છે અને તેના પર લાખો વ્યૂઝ છે. તેમણે દાવો કર્યો હતો કે આ વીડિયોનો ઉપયોગ પરવાનગી વિના કરવામાં આવ્યો હતો અને તેમની ફિલ્મને ગેરકાયદેસર રીતે અપલોડ કરીને મોટી રકમ બનાવવામાં આવી હતી.
સુનીલ દર્શને કહ્યું, “મેં સુંદર પિચાઈને જવાબદાર ઠેરવ્યા છે કારણ કે તે ગૂગલનું નેતૃત્વ કરે છે. મેં મારી ફિલ્મ એક હસીના થી એક દીવાના થાના ૧ અબજથી વધુ વ્યૂઝ ટ્રેક કર્યા છે. કંપની સાથે આ ચિંતા વ્યક્ત કરવા છતાં, કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.” એફઆઈઆરમાં સુંદર પિચાઈની સાથે યુટ્યુબના વડા ગૌતમ આનંદ, ફરિયાદ નિવારણ અધિકારી જો ગ્રીર સહિત ગૂગલના છ કર્મચારીઓના નામ છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર ગૂગલે કહ્યું કે તેણે કોપી રાઈટ્સ માલિકો માટે એક સિસ્ટમ બનાવી છે જેનો ઉપયોગ તેઓ યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર પોતાની સામગ્રીની સુરક્ષા માટે કરી શકે છે. ભારતમાં ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તે અનધિકૃત અપલોડ્સની જાણ કરવા અને તેમને અધિકાર સંચાલન સાધનો પ્રદાન કરવા માટે રાઇટ માલિકોની નકલ પર આધાર રાખે છે. તેમણે કહ્યું હતું કે જ્યારે કોપી રાઈટના ઉલ્લંઘનની જાણ કરવામાં આવે છે, ત્યારે તે તરત જ કન્ટેન્ટ ડિલીટ કરી નાખે છે અને એકથી વધુ વખત ઉલ્લંઘન કરનારાઓના એકાઉન્ટ બંધ કરી દે છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ પર મંગળવારે સાંજે અંધેરીના એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મ દિગ્દર્શક-નિર્માતા સુનીલ દર્શને કોર્ટને વિનંતી કરી હતી કે ગૂગલ અને તેના ટોચના અધિકારીઓ સામે કોપી રાઇટના કથિત ઉલ્લંઘનનો આરોપ મૂકીને કેસ દાખલ કરવામાં આવે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












