Sunday, May 3, 2026
HomeGujaratJunagadhJunagadh : ભાવનગરના શ્રદ્ધાળુઓ ભરેલી બસ પલટી ખાતા બેના મોત, અનેક ઘાયલ

Junagadh : ભાવનગરના શ્રદ્ધાળુઓ ભરેલી બસ પલટી ખાતા બેના મોત, અનેક ઘાયલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, જૂનાગઢ : જૂનાગઢના માંગરોળ તાલુકાના રઈજ ગામે શ્રદ્ધાળુઓથી ભરેલી ખાનગી બસ પલટી ખાઈ (Mangrol Junagadh accident) જતાં બેના મોત નિપજ્યા છે. જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થતાં નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા છે. રઈજ ગામ પાસે નીલ ગાય (રોઝડુ) રોડ પર આવી જતા બસને અકસ્માત નડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરથી 40 જેટલાં શ્રદ્ધાળુઓ (Devotees of Bhavnagar) જાત્રા માટે ખાનગી બસમાં નીકળ્યા હતા. દ્વારકા મંદિરે દર્શન કર્યા બાદ ખાનગી બસ યાત્રીઓને લઈને સોમનાથ જઈ રહી હતી તે સમયે માંગરોળ પંથકમાં આ ગમખ્વાર અકસ્માત (Fatal accident in Mangrol) સર્જાયો હતો. બસ આગળથી અચાનક નીલ ગાય પસાર થતાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા પૂરઝડપે જઈ રહેલી બસ પલટી ખાઈ ગઈ (Private bus overturned) હતી. આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular