નવજીવન ન્યૂઝ, ભાવનગર : નવા નાણાકીય વર્ષના પ્રારંભે ભાવનગર મ્યુનિસિપલ કૉપૉરેશન (Bhavnagar Municipal Corporation) માં સૉફ્ટવેર મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનારી છે. જેના કારણે આગામી 1 અને 2 એપ્રિલના રોજ મહાનગર પાલિકાની પ્રૉપર્ટી ટેક્સની કામગીરી અને ઑનલાઈન સુવિધાઓ બંધ રહેશે. મહાનગર પાલિકા ખાતે કામ અર્થે આવતા નાગરિકોને ધરમ ધક્કો ના થાય તે માટે મહાનગરપાલિકાના કોમ્પ્યુટર વિભાગના ઈ.ડી.પી. મેનેજર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
ભાવનગર મહાનગર પાલિકામાં જુદાજુદા વિભાગોના સૉફ્ટવેર મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી તમામ ઑનલાઈન સુવિધાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ બે દિવસ દરમિયાન મિલકત વેરાના સૉફ્ટવેર મેઇન્ટેનન્સ (Property Tax Software Maintenance) ની કામગીરીના કારણે કેશ કલેક્શન વિન્ડો તેમજ ઑનલાઈન પેમેન્ટની સુવિધાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. જ્યારે અન્ય ઑનલાઈન સેવાઓ 1 એપ્રિલના રોજ મેઇન્ટેનન્સના કારણે બંધ રખાશે. ટેક્નિકલ કામગીરી નિર્ધારિત સમય કરતા વહેલી પૂર્ણ થઈ જશે તો ઑનલાઇન સુવિધાઓ વહેલી શરૂ કરી દેવામાં આવશે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








