Thursday, June 4, 2026
HomeGujaratવડોદરા જિલ્લામાં તળાવમાં ડૂબેલા આધેડનો મૃતદેહ બૉડી સેન્સર ડિટેક્ટર થકી ફાયરબ્રિગેડ બહાર...

વડોદરા જિલ્લામાં તળાવમાં ડૂબેલા આધેડનો મૃતદેહ બૉડી સેન્સર ડિટેક્ટર થકી ફાયરબ્રિગેડ બહાર કાઢ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરા જિલ્લા (Vadodara District) ના શિનોર તાલુકાના ટિંગલોદ ગામના આધેડ તળાવમાં ડૂબી જતાં તેમને શોધવા ફાયરબ્રિગેડ વિભાગે ભારે જહેમત કરી હતી. કરજણ ફાયર વિભાગની ટીમે આધેડને પાણીમાં શોધવા માટે બૉડી સેન્સર ડિટેક્ટર (Body sensor detector) નો ઉપયોગ કર્યો હતો. મૃતદેહ મળી જતાં શિનોર પોલીસે તેને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી આપી અકસ્માત મોતની નોંધ કરી છે.

શિનોર તાલુકાના ટિંગલોદ ગામના રહેવાસી રાજેશભાઈ પરષોત્તમભાઈ વસાવા (ઉ. 55) રવિવારે તળાવ કિનારે ગયા હતા. માછીમારી કરતા સમયે અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ તળાવમાં ગરકાવ થઈ ગયા હતા. રાજેશ વસાવા તળાવમાં ડૂબી ગયા હોવાની સ્થાનિકો દ્વારા કરતા ફાયર વિભાગ દોડી આવ્યો હતો. કરજણ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. રવિવારની રાત્રે અંધારાના કારણે રાજેશભાઈને શોધવામાં તકલીફ પડી રહી હતી. જેથી વહેલી સવારે ફરી શોધખોળ શરૂ કરી હતી. પાણીમાં મૃતદેહ મળી આવતો નહીં હોવાથી ફાયર વિભાગે આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો હતો. બૉડી સેન્સર ડિટેક્ટર અને રેસ્ક્યુ બોટની મદદથી દોઢ કલાકની ભારે મહેનત બાદ રાજેશભાઈ વસાવાનું શબ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. રાજેશભાઈ વસાવા તળાવમાં માછીમારી કરવા ગયા ત્યારે આ ઘટના ઘટી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular