નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ નારાયણપુર, બીજાપુર અને દંતેવાડા જેવા જિલ્લાઓની ડીઆરજીની સંયુક્ત ટીમ આ ઓપરેશનને નિષ્ફળ બનાવવામાં લાગી છે. અબુઝમાડમાં થઈ રહેલી આ અથડામણમાં 28 કરતા વધુ નક્સલીઓ ઠાર કરાયા હતા.
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં ડીઆરજીના જવાન અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુત્રો દ્વારા મળી આવેલી માહિતી મુજબ, અબુઝમાડ વિસ્તારમાં થઈ રહેલી આ અથડામણ અત્યાર સુધી 28 નક્સલવાદીઓ મર્યા હોવાનું મનાય છે. જણાવ્યું છે કે, મરેલા નક્સલવાદીઓની સંખ્યા વધવાની સંભાવના છે. ઘણા નક્સલવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યાની માહિતી છે. અથડામણમાં એક જવાન શહીદ અને એક જવાનના ઘાયલ હોવાની પણ માહિતી છે.
નારાયણપુર, બીજાપુર અને દંતેવાડા જિલ્લાની ડીઆરજીના જવાનો સાથે નક્સલીઓની અથડામણ ચાલુ છે (અહેવાલ લખાય છે ત્યારે). માડના કેટલાક વિસ્તારોમાં સવારથી ગોળીબાર ચાલી રહી છે. કહેવામાં આવે છે કે ડીઆરજીના જવાનોએ મોટા નક્સલીને ઘેરી લીઘા છે. ડીઆરજીના જવાનોએ નક્સલીઓના મોટા કમાન્ડરને ઘેરી રાખ્યા છે. બન્ને તરફથી ગોળીબારી ચાલુ છે. આશરે 28 નક્સલીઓ માર્યા હોવાના સમાચાર મીડિયા રિપોર્ટ્સમાં જાહેર થઈ રહ્યા છે, મારી ગયેલા નક્સલીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે.
એક કરોડ ઈનામી નક્સલી થયો ઢેર
જાણકારી મળી રહી છે કે, આ નક્સલી હુમલામાં એક કરોડનું ઈનામ જાહેર હતું તેવો નક્સલી બસવ રાજુ પણ માર્યો ગયો. ઘણા અન્ય મોટા નક્સલી નેતાઓના પણ માર્યા હોવાની જાણ મળી છે. મરેલા નક્સલીઓની સંખ્યા વધવાની સંભાવના છે. માડના દુર્ગમ વિસ્તારમાં બુધવારે સવારે જ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભારે ગોળીબારી ચાલુ હતી. આ અભિયાનને એક મોટી સફળતા તરીકે ગણવામાં આવી રહ્યું છે, ખાસ કરીને અબુઝમાડ જેવા નક્સલ ક્ષેત્રમાં જ્યાં તેમનો મજબૂત ગઢ માનવામાં આવે છે. આ સફળતા થી ક્ષેત્રમાં નક્સલી પ્રવૃત્તિઓ પર રોક લગાવવાની આશા છે.
વિધાનસભા અધ્યક્ષ ડૉ. રમણ સિંહે આપ્યુ અભિનંદન
નારાયણપુરમાં ચાલી રહેલા ઓપરેશનમાં માર્યા ગયેલ 28 નકસલીઓને છત્તીસગઢ વિધાનસભા અધ્યક્ષ ડૉ. રમન સિંહે કહ્યું કે, હું આ મોટા ઓપરેશન માટે છત્તીસગઢ પોલીસને તેમની સફળતા માટે અભિનંદન આપું છું. આ ઓપરેશનમાં એક પોલીસકર્મી ઘાયલ થયા છે અન્ય કોઈને પણ નુકસાન નથી થયું. હું કેન્દ્રિય ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને વિજય શર્માજીને પણ અભિનંદન આપું છું.
સીએમ સાયે પણ જવાનોને શુભકામના પાઠવી.
સીએમ વિષ્ણુદેવ સાયે જણાવ્યું કે, નક્સલ મોરચા પર સતત સફળતા મળી રહી છે. 28થી વધુ નક્સલીઓના મૃત્યુની ખબર છે. આ સફળ ઓપરેશન માટે તેમણે જવાનોને અભિનંદન આપ્યું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








