નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરા (Vadodara) શહેરના ઝૂ એટલે કે કમાટીબાગમાં આવલી હાલની વિશ્વામીત્રી નદીને કાંઠે એક પ્રોટેક્શન વૉલ બનાવવાનો વડોદરા કોર્પોરેશનનો પ્લાન છે. આ વૉલ બનાવવાના ખર્ચનો અંદાજ 3.33 ટકા વધારે રૂપિયા 2.62 કરોડ મુજબ ભાવપત્રને મંજૂરી મળવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશન હસ્તગત એવા સયાજીબાગ ઝૂ એટલે કે કમાટીબાગ ખાતે આવેલી વિશ્વામીત્રી નદીના કાંઠા પર કાંઠાનું ધોવાણ અટકાવવા માટે તથા પ્રાણીઓની સુરક્ષાને ધ્યાને રાખીને પ્રોટેક્શન વૉલ તૈયાર કરવાનો પ્લાન કોર્પોરેશન દ્વારા ઘડી કાઢવામાં આવ્યો છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે આ વૉલ તૈયાર કરવા પાછળનો અંદાજીત ખર્ચ 2.62 કરોડ જેટલો છે. આ બાબતે કરાયેલી દરખાસ્ત પ્રમાણે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, નવી દિલ્હીએ કરેલી વિઝિટ દરમિયાનના ઈન્સપેક્સન દરમિયાન લેખૂત સૂચન કર્યું છે. જેથી ઝૂની સુરક્ષા વ્યવસ્થાને મજબુત કરવા માટે આ પ્રોટેક્શન વૉલ તૈયાર કરવાના કામની દરખાસ્ત કરવામાં આવી છે.
જેનો અંદાજ રૂ.2,54,15,424ની વૉલ બનાવી આપવાની મંજૂરી આપવામાં આવી હતી. જેના માટે ભાવપત્રો મગાવતા ત્રીજા પ્રયત્ને બે ઈજારેદારોના ભાવ સામે આવ્યા હતા. ઝૂ પાસેની હયાત વિશ્વામીત્રી નદીના ધારે પ્રોટેક્શન વૉલ બનાવવા ઈજારદાર હાલાર કન્સ્ટ્રક્શન કંપનીનું નેટ અંદાજીત રકમથી 3.33 ટકા વધારે એટલે કે રૂ. 2,62,61,758 પ્લસ GST મુજબ ભાવ પત્રને સ્થાયી સમિતી સમક્ષ મુકવામાં આવ્યું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








