Thursday, June 4, 2026
HomeBusinessએલએમઇ તાંબું વાયદો મે ૨૦૨૨ પછીની નવી ઊંચાઈએ ૯૩૯૫ ડોલર

એલએમઇ તાંબું વાયદો મે ૨૦૨૨ પછીની નવી ઊંચાઈએ ૯૩૯૫ ડોલર

- Advertisement -

એલએમઇ ત્રિમાસિક વાયદા અને હાજર વચ્ચે ડિસ્કાઉન્ટ ૧૧૮.૭૫ ડોલરની વિક્રમ ઊંચાઈએ

ભારતમાં માળખાગત બાંધકામ પાછળ ખર્ચ વધતાં મેટલ માંગ વૃધ્ધિના નવા દરવાજા ખૂલ્યા

ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): હકારાત્મક ઔધ્યોગિક આંકડાએ જગતના સૌથી મોટા મેટલ ગ્રાહક દેશ ચીનમાં માંગ વૃધ્ધિનો આશાવાદ જાહેર થયો, સાથેજ ઔધ્યોગિક ધાતુની માંગ વૃધ્ધિ પર નિર્ભર અમેરિકા અને યૂરોપમાં વ્યાજ કપાતનો આહલેખ જાગ્યો છે, આને લીધે કોપરના (Copper) ભાવ નવી ઊંચાઈ તરફ અગ્રેસર થયા છે. ત્રિમાસિક એલએમઇ (LME) વાયદો સોમવારે એશિયન ઇન્ટ્રાડે ટ્રેડિંગ સમયમાં ટન દીઠ ૯૩૩૩ ડોલર સુધી ઘટયા અગાઉ, મે ૨૦૨૨ પછીની નવી ઊંચાઈએ ૯૩૯૫ ડોલર મુકાયો હતો.

ચીનથી આગળ જઈને વાત કરી તો, ભારતમાં માળખાગત બાંધકામ પાછળ ખર્ચવામાં આવતા નાણા અને એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) માટે થઈ રહેલા ધૂમ પ્રચારે, નવી મેટલ માંગની વ્યાપક વૃધ્ધિના નવા દરવાજા ખોલ્યા છે. તાજેતરમાં તાંબાના ભાવ વેગથી વધ્યા છે, ટૂંકાગાળામાં જો આવીજ ભાવ વૃધ્ધિ જારી રહેશે તો, એકદા બે પ્રત્યાઘાતી ઘટાડા, તેજીના મજબૂત પાયા માટે આવશ્યક બની જશે. ચીનના સત્તાવાર સર્વેક્ષણ અહેવાલ કહે છે કે છેલ્લા છ મહિનામાં, માર્ચ એવો મહિનો હતો જેમાં ઔધ્યોગિક પ્રવૃત્તિનું વિસ્તરણ થયું હતું.

- Advertisement -

અર્થતંત્રનો વિકાસ સારો થવાને પગલે, ગતવર્ષના માર્ચ મહિના પછી પહેલી વખત, ચીનનો પીએમાઈ (પારચેઝિંગ મેનેજર ઇંડેક્સ) સૌથી વધુ જોવા મળ્યો હતો. પુરવઠા સ્થિતિ જોખમમાં હોવાની અનુભૂતિ ફેબ્રુઆરી આરંભમાં થઈ અને તાંબાના ભાવ વધવા શરૂ થયા હતા. મોટી તાંબા ખાણોમાં સમસ્યા સર્જાતાં રિફાઇનરીઓને ઐતિહાસિક ઊંચા ભાવે કાચા માલ પરનો કબજો વધારવાની ફરજ પડી હતી. ચીનની રિફાઇનરીઓ જગતનું પચાસ ટકા રિફાઈન્ડ તાંબાનું ઉત્પાદન કરે છે. ચીનની આ રિફાઇનરીઓ હવે ઊંચા ભાવ જાળવી રાખવા, સંયુક્ત રીતે ઉત્પાદનકાપની યોજનાને અમલમાં મૂકશે.

મોસમી માંગના દિવસોમાં ગતવર્ષે સામાન્ય રીતે, વર્ષમાં કોપરમાં લાંબી તેજી ૯ સપ્તાહ સુધી ચાલી હતી, ત્યાર પછી ઉનાળો નજીક આવતા ઘટાડાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. આ વર્ષે આપણે તેજીના ૧૫માં સપ્તાહમાં દાખલ થયા છીએ. ઉત્તર ગોળાર્ધના ઉનાળાના મહિનાઓમાં ચીનમાં સામાન્ય રીતે કોપર ફેકટરીમાં ઉત્પાદન ધીમું પડી જતું હોય છે.

એલએમઇ ત્રિમાસિક વાયદા અને હાજર ભાવ વચ્ચે ગત શુક્રવારે ડિસ્કાઉન્ટ વિક્રમ ઊંચાઈએ ટન દીઠ ૧૧૮.૭૫ ડોલરે પહોંચી ગયા હતા. અમેરિકામાં ઘરગથ્થું ચીજોના ભાવો ઘટી રહ્યા હોવાથી રોકાણકારો હવે ફેડરલ રિઝર્વ જૂનમાં વ્યાજકપાત કરે છે કે કેમ? તેના પર નજર રાખીને બેઠા છે. એલએમઇ કોપર વાયદાના ભાવ પ્રથમ ત્રિમાસિકમાં, ગતવર્ષની તુલનાએ ૧૩ ટકા ઉછળ્યાં હતા.

- Advertisement -

એલએમઇએ હવે નોન ફેરસ મેટલ (બિનલોહ ધાતુ)ના સૌથી મોટા પ્લેટફોર્મ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. આ પ્લેટફોર્મ પર ૨૦૨૩માં ૧૪૯૦ લાખ ટન મેટલના સોદા થયા હતા. એલએમઇ ખાતે ૧૯ લાખ ટન લોટના ઊભા ઓળીયા (ઓપન ઇન્ટરેસ્ટ)ને ધ્યાનમાં લઈએ તો આ વર્ષે ૧૫ ટ્રિલિયન ડોલરના ૩.૫ અબજ ટનના સોદા સંભવિત છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular