નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: આમ તો દેશના કોઈપણ વ્યક્તિને કોઈ અન્યાય કરે છે ત્યારે તે વ્યક્તિ કહે છે, હું તને કોર્ટમાં જોઈ લઈશ. કોર્ટમાં જોઈ લઈશ એટલે કે તે કોર્ટ પાસે એવી અપેક્ષા રાખે છે કે, તેની સાથે અન્યાય કરનાર સામે કોર્ટ કાર્યવાહી કરશે. પણ જ્યારે અનેક લોકોને ન્યાય આપનાર ન્યાયાધીશ જ જ્યારે ન્યાય માટે ઈચ્છા મૃત્યુની માગ કરે ત્યારે સામાન્ય વ્યક્તિ કોર્ટ પાસે ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકે તે આજની સાંપ્રત સ્થિતિનો એક વિકટ સવાલ છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) સામે આવી છે. મહિલા જજે સુપ્રિમ કોર્ટ (Supreme Court) પાસે ઈચ્છા મૃત્યુની માગણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક મહિલા જજ જે અનેક લોકોને ન્યાય આપે છે તેમણે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસને (CJI) પત્ર લખીને ઈચ્છા મૃત્યુની માગણી કરી છે. મહિલા જજે પત્રમાં જણાવ્યા અનુસાર, તેમની સાથે ગેરવર્તન થયું છે અને શારીરિક-માનસિક શોષણ પણ થયું છે. મહિલા જજે શોષણ સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પણ હાઈકોર્ટ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોતી. છેવટે મહિલા જજે કંટાળીને સુપ્રિમ કોર્ટ પાસે ઈચ્છા મૃત્યુની માગણી કરતો પત્ર લખ્યો છે. જો કે સુપ્રીમ કોર્ટે આ બાબતે સુપ્રિમ કોર્ટના જનરલ સેક્રેટરી અતુલ કુરેકરને આ બાબતે અલ્હાબાદ હાઈકોર્ટ પાસેથી રિપોર્ટ મગાવવા આદેશ કર્યો છે.
મહિલા જજે કરેલા આરોપ મુજબ, ઉતરપ્રદેશમાં એક જીલ્લામાં મહિલા જજ ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ગયા વર્ષે 7 ઓકટોબરના દિવસે બારાબંકી બાર એસોશિયન દ્વારા ન્યાયિક કામનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તે દિવસે બારાબંકી સિવિલ જજ કોર્ટમાં હાજર હતા, તે દરમિયાન બાર એસોશિયનના સેક્રેટરી અને વાઈસ પ્રેસિડેંટ ઘણા બધા વકીલો સાથે કોર્ટ રૂમમાં પ્રવેશ કરે છે. જનરલ સેક્રેટરી અને વાઈસ પ્રેડેન્ટ સાથે આવેલા લોકોએ મહિલા જજ સાથે ગેરવર્તન કર્યું હતું. બીજા દિવસે 8 તારીખે મહિલા જજે પોતાની સાથે થયેલા ગેરવર્તન બદલ મુખ્ય સિનિયર જજને ફરિયાદ કરી હતી. પણ મુખ્ય જજ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વધુમાં મહિલા જજ સાથે શારિરીક શોષણ થવાનો આરોપ પણ મહિલા જજે કર્યો છે.
પોતાની સાથે થયેલા ગેરવર્તનની ફરિયાદ અલહાબાદ હાઈકોર્ટમાં પણ મહિલા જજે કરી હતી. પણ હાઈકોર્ટ દ્વારા પણ આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા. મહિલા જજે પત્રમાં કરેલા આરોપ અનુસાર 1000થી વધુ ઇ-મેઈલ પણ કરવામાં આવ્યા હતા. છતાં હાઈકોર્ટે કોઈ કાર્યવાહી કરી નથી. છેવટે મહિલા જજે દેશની સર્વોચ્ચ અદાલતમાં એક પત્ર લખીને મુખ્ય ન્યાયાધીશ પાસે ઈચ્છા મૃત્યુની માગણી કરી હતી. મહિલા જજે પત્રમાં લખ્યું કે, મારુ આત્મસન્માન મરી ચૂક્યું છે. હું લોકોને કેવી રીતે ન્યાય અપાવીશ જ્યારે હું પોતે જ આટલી નિરાશ છુ. મહિલા જજે એમ પણ લખ્યું છે કે, હવે મને જીવવાની કોઈ ઈચ્છા નથી. હું દોઢ વર્ષથી જીવતી લાશ બનીને રહું છુ. કૃપા કરીને મને સન્માનજનક રીતે જીવન ખતમ કરવાની મંજૂરી આપો. અને મારા મોત માટે કોઈ જવાબદાર નથી એમ પણ મહિલા જજે પત્રમાં લખ્યું હતું. હવે જ્યારે કોર્ટના ન્યાયાધીશને જ કોર્ટ પાસે આ પ્રકારે ન્યાય માગવો પડે અને તેમ છતાં છેવટે તેણે મોત માગવુ પડતું હોય તો સામાન્ય માણસને કોર્ટમાંથી ન્યાય મળી જશે તેની શી ખાતરી?
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








