Tuesday, March 17, 2026
HomeGeneralકબૂતરબાજ બોબી પટેલનો ફરાર સાગરીત આવ્યો SMCના સકંજામાં, મોટો ઘટસ્ફોટ થવાની સંભાવના

કબૂતરબાજ બોબી પટેલનો ફરાર સાગરીત આવ્યો SMCના સકંજામાં, મોટો ઘટસ્ફોટ થવાની સંભાવના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar News: ગુજરાતમાં હાલ યુવાનોમાં વિદેશ જવાની હૉલ લાગી હોય તેવી સ્થિતિ છે, વિદેશ જવાની ઘેલછામાં અમુક લોકો ગેરકાયદેસર રસ્તા પણ અપનાવે છે. જેનો ફાયદો કેટલાક કબૂતરબાજો ઉઠાવે છે અને ગેરકાયદેસર રીત ગુજરાતીઓને વિદેશ મોકલે છે, જેના કારણે છેલ્લા કેટલાક સમયમાં ઘણા લોકોનું મૃત્યુ થવાની પણ ઘટના સામે આવી છે. આવો જ એક કબૂતરબાજ બોબી પટેલ SMCના સકંજામાં આવી ગયો હતો, ત્યાર બાદ ગઇકાલે બોબી પટેલનો (Bobby Patel) એક સાગરીતને પણ SMCએ ઝડપી પાડ્યો છે.

મળતી માહીતી અનસાર, થોડા સમય પહેલા કલોલનાં ડીંગુચાનો એક પરીવાર કરોડોની રકમ ખર્ચી ગેરકાયદે અમેરીકા જવા નિકળ્યો હતો. આ પરીવારને એજન્ટે વાયા કેનેડાની બોર્ડર ક્રોસ કરી અમેરીકા મોકવાની ગોઠવણ કરી હતી. ડીંગુચાના પરીવારમાં રહેલા 4 લોકો જેમાં 2 નાના બાળકો હતા, તેઓ રાત્રીનાં સમયે ચાલતા કડકડતી ઠંડીમાં ચાલતા જતાં હતા. દરમિયાન તાપમાન -35 ડિગ્રી હતું, જે કારણોસર તેમનું મુત્યુ થયું હોવાના મેડીકલ રીપોર્ટ આવ્યા હતા. ઘટનાને પગલે ગુજરાત પોલીસ પામ હરકતમાં આવી હતી અને ગુજરાતમાં જે કબુતરબાજોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.

- Advertisement -

અમેરીકા જવા ઇચ્છતા લોકોનો સપર્ક કરી કબુતરબાજીનો વ્યવસાય કરતો મુખ્ય આરોપી બોબી પટેલને પોલીસે દબોચ્યો હતો. આ લોકો ગેરકાયદે અમેરીકા જતાં માણસોના બનાવટી અને ખોટા પાસપોર્ટ મુંબઈ બનાવતા હતા. ત્યારબાદ મુબઈ અને દિલ્હીના એજન્ટો મારફતે યુરોપના વિઝા મેળવી ગ્રાહકને પહેલા યુરોપને કોઈ દેશમાં મોકલતા હતા અને ત્યાંથી મેક્સીકોના વિઝા મેળવતાં હતા. આ ગેંગનો બોબી પટેલ પહેલા જ ઝડપાયો હતો. ત્યારે આજે ઘણા સમયથી ફરાર આરોપી કેતન પટેલની સ્ટેટ મોનિટરિંગ સેલે ઘરપકડ કરી છે. આ કબુતર બાજો મેક્સીકોથી ગ્રાહકોને ગેરકાયદે બોર્ડર ક્રોસ કરવતાં હતા અને તેના માટે કરોડો રૂપિયા વસુલતા હતા. આ આરોપી સિવાયના પાંચ આરોપી ઘણા સમયથી જ્યુડીસીયલ કસ્ટડીમાં છે. તેમજ કેતન પટેલ ફરાર હતો જેની પકડવા માટે કોર્ટે પકડ વોંરટ નિકાળ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular