નવજીવન. અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીના એક વર્ષ બાદ કોંગ્રેસે કોર્પોરેશનમાં વિપક્ષના નેતાની જાહેરાત કરી છે. સહેજાદ ખાન પઠાણના નામ પર છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે આજે તેમના નામ પર વિપક્ષના નેતાની મોહર વાગી ગઈ છે. રવિવારે સહેજાદ ખાન પઠાણને વિપક્ષના નેતા બનાવવાના મુદ્દે અમદાવાદ કોંગ્રેસના 10 જેટલા કોર્પોરેટર્સ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરને મળીને રાજીનામુ આપી દેવામાં આવ્યું હતું. આ 10 કોર્પોરેટર્સમાં નીરવ બક્ષી પણ હતા, પરંતુ તેમને અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના ઉપનેતાનું પદ આપીને સાચવી લેવામાં આવ્યા છે.
બે દિવસ અગાઉ રવિવારે અમદાવાદ કોંગ્રેસના 10 કોર્પોરેટર્સ દ્વારા ગુજરા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ આપવામાં આવ્યું હતું પરંતુ તેમણે રાજીનામનો અસ્વીકાર કર્યો હતો અને આ કોર્પોરેટર્સ સામે કોંગ્રેસ પક્ષ દ્વારા શિસ્ત ભંગની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી 4 કોર્પોરેટર્સ રાજશ્રી કેસરી, જમના વેગડા, હાજી મિર્ઝા એ કમળા ચાવડાને શો કોઝ નોટિસ આપવામાં આવી છે.
સહેજાદ ખાન પઠાણનો વિરોધ કરવા વાળા કોર્પોરેટર્સમાં નીરવ બક્ષી પણ હતા. તેમણે પણ રવિવારે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામુ આપ્યું હતું અને સહેજાદ ખાન પઠાણ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ હવે તેમને અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના ઉપનેતા બનાવી દેવામાં આવ્યા છે આમ જોતા લાગે છે કે, કોંગ્રેસ દ્વારા નીરવ બક્ષીને સાચવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જગદીશ રાઠોડને વિપક્ષના દંડક બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે અમદાવાદ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરીએ (નવજીવન) પ્રિયંકા ગાંધી દ્વારા અપાયેલા સૂત્ર ‘ લડકી હું, લડ શકતી હું ‘ નો ઉપયોગ કરીને એક વીડિયો દ્વારા સહેજાદ ખાન પઠાણ સામે મહિલાઓ વિરુદ્ધ અભદ્ર વ્યવહારનો આરોપ મુક્યો હતો અને પ્રિયંકા ગાંધી જોડે ન્યાયની માગણી કરી હતી. આ બધા વચ્ચે આજે સહેજાદ ખાન પઠાણને વિપક્ષના નેતા તરીકે નિમણૂંક કરી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસ દ્વારા અમદાવાદ કોર્પોરેશનમાં એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જે મુજબ આગામી વર્ષમાં 4 અલગ અલગ વિપક્ષના નેતા નીમવામાં આવશે. જેમાં સૌ પ્રથમ નામ સહેજાદ ખાન પઠાણનું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












