નવજીવન.ગોધરા: પંચમહાલ જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરીથી ગળું કપાવા અને તેનાથી લોકોના જીવ જવાના બનાવો ભુતકાળમાં બન્યા છે. વધુમાં આ ઘાતક દોરી અબોલ નિર્દોષ પક્ષીઓનો પણ જીવ લેતી હોય છે. ઉત્તરાયણ પર્વના માહોલ વચ્ચે પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીના ૧૨૨ નંગ જથ્થા સાથે ગોધરા તાલુકા પોલીસે એક વેપારીને વેગનપુર ખાતેથી ઝડપી પાડીને જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરીને આર્થિક લાભ મેળવનારા કરનારા ઈસમોને પકડીને કાર્યવાહી કરવાની આપવામાં આવેલી સૂચના અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા પોલીસ મથકના પી.આઈ એમ.કે.ખાંટને ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના વેગનપુર ગામે જુની જલારામ સ્કુલ આગળ ચોરી છુપીથી ચાઇનીઝ દોરી ઉંચા ભાવે વેચીને ધંધો કરી રહ્યો છે. જે બાતમી આધારે સર્વેલન્સ સ્કોડના પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે નામ પૂછતાં તેણે ચેતન ચંદુભાઇ પટેલ રહે, રામપુરા સ્વામિનારાયણ મંદિર ફળિયુ તા. ગોધરાનો હોવાનુ જણાવ્યુ હતું. આરોપી પાસેથી ચાઇનીઝ દોરીની એક જ માર્કાની ૧૨૨ નંગ ફીરકીઓ સહિત રૂપિયા ૧૮,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કલેકટરના જાહેરનામાનો ભંગ બદલ આરોપીને પકડી ગોધરા તાલુકા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












