Thursday, May 28, 2026
HomeGujaratVadodaraVadodara : સાડા પાંચ મહિના અગાઉ યુવકનું અપહરણ કરી નગ્ન કરી ટોળકીએ...

Vadodara : સાડા પાંચ મહિના અગાઉ યુવકનું અપહરણ કરી નગ્ન કરી ટોળકીએ માર માર્યો, પોલીસે હવે ફરિયાદ નોંધી

- Advertisement -

નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરા શહેરના સનફાર્મા રોડ પર ગત 7 જાન્યુઆરીના રોજ બનેલી ઘૃણાસ્પદ ઘટનામાં સાડા પાંચ મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોતાનો છીનવી લેવાયેલો મોબાઈલ ફોન પરત માગતા 20 વર્ષીય યુવકનું અપહરણ કરી કપડા કાઢી ટોળકીએ માર મારી ઘટનાનો વીડિયો (Youth kidnapped and beaten up in Vadodara city) પણ બનાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર 10 મહિના અગાઉ શિવાંશ શુકલા (રહે. પાર્વતીનગર, વડોદરા)નો મોબાઈલ ફોન નીલ સહાની નામના શખસે અન્ય સાથે મળીને બળજબરીપૂર્વક પડાવી લીધો હતો. ફોન પાછો મેળવવા શિવાંશે ઈન્સ્ટાગ્રામ થકી નીલ સહાનીનો સંપર્ક કરી ફોન પરત માગતા નીલના સાગરીત પ્રતિક રાજપૂતે પીડિત યુવકને બિભત્સ ગાળો આપી ધમકી આપી હતી. આ મામલાની અદાવતમાં ગત જાન્યુઆરી મહિનામાં પીડિત યુવક શિવાંશને રસ્તામાં રોકી થાપા અને મિશ્રા નામના બે શખસોએ ઝઘડો કરી ટુ વ્હીલર પર અપહરણ કરી સનફાર્મા રિંગ રોડ પર ભારત પેટ્રોલ પંપ નજીક લઈ ગયા હતા. જ્યાં નીલ સહાની, પ્રતિકસિંહ, મનોજ યાદવ અને તરુણ યાદવ હાજર હતા તેમણે શિવાંશને માર મારી કારમાં બળપૂર્વક બેસાડી દઈ કેનાલ રોડ તરફ લઈ જઈ તેના કપડાં ઉતરાવીને નગ્ન વીડિયો શૂટ કરી લૂંટ ચલાવી હતી. અટલાદરા પોલીસે અપહરણ અને લૂંટનો ગુનો નોંધી (Atladara police registered a FIR of kidnapping and robbery) તપાસ આરંભી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular