નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આમ તો ભારત દેશ એક એવી સંસ્કૃતિ અને પરંપરા ધરાવે છે કે, મહિલા ઉપર હાથ ન ઉઠાવી શકાય. નારી જાતનું હંમેશા સન્માન થવું જોઈએ. પણ દેશમાં અને ગુજરાતમાં કેટલાક કિસ્સા એવા પણ સામે આવે છે જ્યાં અહિંસાની વાત કરવાનું વિચારી પણ ન શકાય. ત્યારે શહેરના એક સ્પા સંચાલક દ્વારા પાર્ટનર યુવતીને ક્રૂરતાપૂર્વક મારવાની ઘટના વાયરલ વિડીયો દ્વારા સામે આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલા સિંધુ ભવન રોડ પર ગેલેક્સી નામનું એક સ્પા આવેલું છે. આ ગેલેક્સી સ્પા એક મોહસીન નામનો યુવક ચલાવી રહ્યો છે. મોહસીન સાથે એક યુવતી પણ તેની પાર્ટનર છે. ગેલેક્સી સ્પામાં કેટલાક રૂપિયાનું નુકસાન થતાં પીડિત યુવતી દ્વારા ગેલેક્સી સ્પામાં કામ કરતી એક યુવતી સાથે બોલાચાલી કરી હતી. પીડિત યુવતીએ સ્પામાં કામ કરતી યુવતી સાથે કરેલી બોલાચાલીને લઈને મોહસીને પીડિત યુવતીને પૂછતાં પીડિત યુવતીએ મોહસીનને પૂછ્યું હતું કે, તારે અને પેલી યુવતીને શું સબંધ છે. જેથી મોહસીન ઉશ્કેરાઈ ગયો હતો અને પીડિત યુવતીને માર મારવા લાગ્યો હતો. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, યુવક યુવતીને બાલ ખેચીને લાફા મારી રહ્યો છે તથા યુવતીના કપડાં પણ ખેંચી રહ્યો છે. આ ઘટનાની ખાસ વાત એ પણ છે કે, એક સિક્યુરિટી ગાર્ડ અને એક યુવક આ ઘટનાને જોઈ રહ્યા છે પણ યુવતીને બચાવવા આવતા નથી. ઘટના બાદ મોહસીને યુવતીની માફી માગી લીધી હતી. જેથી યુવતીએ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું.
જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે. તેમજ ઘટનાના ત્રણ દિવસ બાદ વિડીયો વાયરલ થાય છે. વાયરલ વિડીયોને આધારે પોલીસે જાતે જ આરોપી મોહસીન સામે સુઓ મોટો દાખલ કરી છે તથા પોલીસની સમજાવટ બાદ યુવતીએ પણ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








