Friday, May 1, 2026
HomeGujaratAhmedabadફેસબૂક પર અજાણી યુવતીના HIનો જવાબ 62 લાખમાં પડ્યો, અંતે બિલ્ડરની પોલીસ...

ફેસબૂક પર અજાણી યુવતીના HIનો જવાબ 62 લાખમાં પડ્યો, અંતે બિલ્ડરની પોલીસ ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેના દ્વારા દુનિયાના કોઈપણ ખૂણામાં રહેતી વ્યક્તિ ક્ષણભરમાં સંપર્ક સાધી શકે છે. તો તેની સામે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો થકી વ્યક્તિ છેતરાઈ પણ જાય છે અને લાખો રૂપિયા ગુમાવી બેસે છે. આવી જ રીતે ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવેલી યુવતીએ બિલ્ડર પાસેથી 62 લાખ જેટલી માતબર રકમની છેતરપીંડી (Cheating) કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ (Ahmedabad) શહેરના બોપલ વિસ્તારમાં રહેતા સંજય પટેલ નામના બિલ્ડરને કોઈ પલક નામની અજાણી યુવતી દ્વારા વર્ષ 2021 માં ફેસબુક પર HI લખીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. બિલ્ડર સાંજે પટેલે યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. ત્યારબાદ સંજય પટેલ અને યુવતી પલક એકબીજા સાથે મેસેજથી વાતચીત કરતાં હતા. એકવાર પલક પટેલ દ્વારા બિલ્ડર પાસેથી 2500 રૂપિયાની માગણી કરવામાં આવી હતી. પણ આ પૈસા યુવતીના ભાઈના ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહેતા સંજય પટેલે યુવતીના ભાઈના ખાતામાં 2500 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ યુવતી દ્વારા કોઈ ધંધો શરૂ કરવાના નામે અવાર નવાર સાંજે પટેલ પાસે પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. યુવતીએ બિઝનસને નામે અલગ અલગ વ્યક્તિના ખાતામાં સંજય પટેલ પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. યુવતી અને તેની સાથેના આરોપીઓ દ્વારા સંજય પટેલ પાસેથી 62 લાખ જેટલા રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

સંજય પટેલે જ્યારે રૂપિયા પરત માગ્યા ત્યારે આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી કે, યુવતી પલક પટેલ સાથે જે ચેટ કરવામાં આવી છે તે તેની પત્નીને બતાવી દેવામાં આવશે. આખરે સંજય પટેલે હિંમત કરી યુવતી પલક પટેલ, રાજેશ પટેલ, હેમલ પટેલ, રુહાની તથા હાર્દિક પ્રજાપતિ નામના આરોપીઓ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં (Bopal Police Station) ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસના મુખ્ય આરોપી હાર્દિક પ્રજાપતિને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે ફરાર આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ પડાવી લેવામાં આવેલ રૂપિયા રિકવર કરવાની દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular