નવજીવન ન્યૂઝ. ભુજ: Bhuj News: ગુજરાતમાં જીલ્લા કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા કૌભાંડો આચારવાનો સિલસિલો યથાવત છે. સમગ્ર જીલ્લાની જવાબદારી સંભાળતા કલેક્ટર જેવા અધિકારીઓને સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધા અને પૂરતું વેતન આપવામાં આવે છે, છતાં રૂપિયાની લાલચે નિયમ વિરુદ્ધ કૌભાંડો આચારવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે પૂર્વ સસ્પેન્ડેડ કલેક્ટર પ્રદીપ શર્માની (Ex Collector Pradeep Sharma) વધુ એક જમીન કૌભાંડમાં (Land Scam) ધરપકડ કરી જેલ હવાલે કરવાના સમાચાર મળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આજથી 14 વર્ષ અગાઉ પ્રદીપ શર્મા ભૂજ જીલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન ભૂજના એરપોર્ટ રોડ પર આવેલી કરોડોની જમીન તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા દ્વારા નિયમ વિરુદ્ધ વેચી દેવામાં આવી હતી. એક સપ્તાહ પહેલા જ મામલતદાર કલ્પના ગોંદિયા દ્વારા પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા, તત્કાલીન નિવાસી કલેક્ટર તથા સંજય શાહ સામે નિયમ વિરુદ્ધ જમીન વેચી દેવા બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદને પગલે બિલ્ડર સંજય શાહ અને પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માના પોલીસ દ્વારા વધુ તપાસ માટે કોર્ટમાં રિમાન્ડ માગવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પણ પ્રદીપ શર્મા તપાસમાં સહકાર આપતા ન હતા. જેથી પોલીસે (Bhuj Police) વધુ 4 દિવસના રમાંડની માગણી કરી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ કેસમાં સંજય શાહ સિવાય કોણ સંડોવાયેલું છે તેમજ દસ્તાવેજને લગતી તપાસ માટે રિમાન્ડની માગણી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
જોકે, સંજય શાહના વકીલ દ્વારા બીજી વાર રિમાન્ડ માગવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો તથા ન્યાય વ્યવસ્થાને પાકિસ્તાની ન્યાય વ્યવસ્થા સાથે સરખાવતા વિવાદ થયો હતો. જોકે ત્યારબાદ સંજય શાહના વકીલે કોર્ટની માફી માગતા મામલો શાંત પડ્યો હતો. પૂર્વ સસ્પેન્ડેડ કલેક્ટર પ્રદીપ શર્માને પાલારા જેલમાં મોકલવામાં આવ્યા છે.
Tag: IAS Pradeep Sharma case Update
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








