નવજીવન ન્યૂઝ. અમરેલી: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. સમગ્ર ગુજરાતમાં લાખો રૂપિયાનો દારૂ સપ્લાય થતો રહે છે. પણ દારૂબંધી હોવા છતાં આટલા પ્રમાણમાં દારૂની હેરાફેરી (Liquor Smuggling) કેવી રીતે થઈ શકે તે પ્રાશ સ્વાભાવિક છે, પણ દારૂની હેરાફેરી પોલીસની મહેરબાનીને આભારી છે એમ કહેવું કદાચ અતિશયોક્તિ ભરેલું નહીં ગણાય. કારણ કે, પોલીસ સ્ટેશનમાંથી દારૂની બોટલો પોલીસ દ્વારા જ ચોરવામાં આવવાની ઘટનાઓ, બુટલેગરો પાસેથી હપ્તા માગવાની ઘટનાઓ આ વાતને સાબિત કરે છે કે, પોલીસની મહેરબાની વગર દારૂની આટલી હેરાફેરી બુટલેગરો દ્વારા શક્ય નથી. ત્યારે પોલીસ કોન્સ્ટેબલે (Police Constable) બુટલેગર (Bootlegger) પાસે દારૂના વેચાણ માટે વીસ હજાર રૂપિયાની માગણી કરવાનો ઓડિયો વાયરલ (Audio Viral) થયો હતો. જેની સામે જ જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે પોલીસ વડાને (Amreli SP) કરેલી અરજી અન્વયે પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવાના સમાચાર મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમરેલી જીલ્લાના લિલિયાના પોલીસ કોન્સ્ટેબલ જયસુખ મકવાણા અને બુટલેગર વચ્ચે દારૂના વેચાણ બાબતે જે વાત થઈ હતી. તે વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો. વાયરલ થયેલા ઓડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ બુટલેગર પાસે હપ્તા પેટે વીસ હજારની માગણી કરી રહ્યો છે. કોન્સ્ટેબલ એમ પણ કહે છે કે, વીસ હજાર આપી દે બીજા કોઈને દારૂ વેચવા પગ પણ નહીં મૂકવા દઉં. સામે બુટલેગર પણ કોન્સ્ટેબલને દારૂનું વેચાણ થઈ રહ્યું નથી એમ જણાવે છે. આ સમગ્ર વાયરલ થયેલા ઓડિયો બાબતે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે જીલ્લા પોલીસ વડાને પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગર સામે કાર્યવાહી કરવા કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ આ બાબતમાં જવાબદાર અન્ય પોલીસ કર્મીની સંડોવણી હોય તો તેની સામે પણ કાર્યવાહી કરવાની લેખિત માગ કરી હતી. આખરે જીલ્લા પોલીસ વડાએ પણ પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરી છે અને પોલીસ કોન્સ્ટેબલ જયસુખ લક્ષ્મણભાઇ મકવાણને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








