Friday, April 17, 2026
HomeSeriesAkshardham Attackગુજરાત પોલીસ અને NSGના બહાદુર અધિકારી, જવાનોને સમર્પિત ધારાવાહિક, ‘અક્ષરધામ અટેક'

ગુજરાત પોલીસ અને NSGના બહાદુર અધિકારી, જવાનોને સમર્પિત ધારાવાહિક, ‘અક્ષરધામ અટેક’

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ) : 24 સપ્ટેમ્બરનો દિવસ હતો. ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં આવેલાં પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર પર પહેલો આતંકી હુમલો થયો હતો. આ હુમલાને ખાળવા ગુજરાત પોલીસ અને નેશનલ સિક્યૂરિટી ગાર્ડના અધિકારીઓ તથા જવાનો બહાદુરીપૂર્વક લડ્યા. 13 કલાક ચાલેલાં આ ઓપરેશન બાદ મંદિરને આતંકીઓથી મુક્ત કરવાવામાં સફળતા મળી હતી.

આ ધારાવાહિક સત્ય ઘટના પર આધારિત છે. જેમાં પાત્રોનાં નામ સાચાં હોવા છતાં; અનેક સ્થળે ઘટનાને સમજાવવા માટે કાલ્પનિક સંવાદોનો સહારો લેવામાં આવ્યો છે. જોકે આખી ઘટના સ્વયં એટલી મજબૂત છે; જ્યાં પણ કલ્પનાનું મીશ્રણ થયું છે, તેનું પ્રમાણ નહીંવત્ છે.

- Advertisement -

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

આખી ધારાવાહિક ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. જેમાં (1) અક્ષરધામ હુમલાની ઘટના, (2) ત્યાર બાદ થયેલા પોલીસ ઇન્વેસ્ટિગેશન અને (3) કોર્ટમાં થયેલી કાર્યવાહીનો મુખ્ય હિસ્સો સમાવિષ્ટ છે.

આ ધારાવાહિક અગાઉ, જાણીતા પત્રકાર પ્રશાંત દયાળ લિખિત ‘જીવતી વારતા’, ‘લતીફ’, ‘2002 રમખાણોનું અધૂરું સત્ય’, ‘દિવાલ’, ‘શતરંજ’ અને ‘નાદાન’ને ભાવકોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. તેવા જ પ્રતિસાદની અપેક્ષા ‘અક્ષરધામ અટેક’ માટે પણ છે.

- Advertisement -

આપ ‘અક્ષરધામ અટેક’ તા 24 સપ્ટેમ્બરથી રોજ Navajivan.in (Navajivan News) પર તથા ફેસબુક પેજ www.facebook.com/newsnavajivan (નવજીવન ન્યૂઝ પ્રશાંત દયાળ) પર વાંચી શકશો. સાથે સાથે તમારા અભિપ્રાય પણ અમને જણાવશો. કારણ કે, આપના અભિપ્રાય અમને નવું લખવા માટે બળ પૂરું પાડે છે.

આભાર
નવજીવન ન્યૂઝ
પ્રશાંત દયાળ અને ટીમ

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular