Friday, July 10, 2026
HomeGujaratAhmedabadઉનાની પ્રાથમિક શાળાનો શિક્ષક વિદ્યાર્થી પાસે વિદેશી દારૂ મંગાવતો, આચાર્યએ ભાંડો ફોડતા...

ઉનાની પ્રાથમિક શાળાનો શિક્ષક વિદ્યાર્થી પાસે વિદેશી દારૂ મંગાવતો, આચાર્યએ ભાંડો ફોડતા ટીચર સસ્પેન્ડ

- Advertisement -

FIR against Khapat Primary School teacher in liquor case : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળા અને તેનો એક શિક્ષક ચર્ચાનો વિષય બન્યા છે. શિક્ષક હરેશગીરી ગોસ્વામી (Hareshgiri Goswami Teacher) વિદ્યાર્થીને રૂપિયા આપી તેની પાસે અવારનવાર વિદેશી દારૂ મંગાવતો હોવાના આરોપ છે. શાળાના આચાર્યએ આ મામલાની જાણકારી મળતા તેનો ઘટસ્ફોટ કર્યો છે અને ઉના પોલીસ સ્ટેશન (Una Police Station) માં ફરિયાદ પણ નોંધાવી દીધી છે. સસ્પેન્ડ કરી દેવાયેલો શિક્ષક ચાલુ નોકરીએ ફરાર (Suspended teacher absconding) થઈ જતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામીએ ધોરણ 7માં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીને રૂપિયા આપી ગામમાંથી દારૂ મંગાવ્યો હતો. આ મામલાની જાણકારી મળતા શાળાના આચાર્યએ તાલુકા શિક્ષણાધિકારીને લેખિત ફરિયાદ આપી તેની સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. વિવાદીત શિક્ષક હરેશગીરી ગોસ્વામી સામે દારૂ પીવાની ટેવવાળા હોવાના અને નશાની હાલતમાં વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરાવતા હોવાના પણ આક્ષેપ થયા હતા. ભૂતકાળમાં પણ શિક્ષક હરેશ ગોસ્વામી નશાની હાલતમાં શાળાએ આવ્યા હતા, પરંતુ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી.

- Advertisement -

ખાપટ પ્રાથમિક શાળામાં દારૂ લઈને આવેલો વિદ્યાર્થી આચાર્યને રંગે હાથ મળી જતા તેમણે સીસીટીવી કેમેરાની સામે તેની પૂછપરછ કરી હતી. કેમેરાની સામે વિદ્યાર્થી દારૂની બોટલ તેમજ શિક્ષકે આપેલા રૂપિયા રજૂ કર્યા હતા. ઠોસ પુરાવા મળતા આ મામલાની રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા (Dr. Pradyuman Vaja) ની એન્ટ્રી થતાં પોલીસે શિક્ષક સામે ફરિયાદ નોંધી છે. બીજી તરફ શિક્ષણ વિભાગે હરેશ ગોસ્વામીને સસ્પેન્ડ કર્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular