Thursday, June 4, 2026
HomeNationalUNમાં હિંદુત્વ વિશે બેફામ નિવેદન બદલ ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, પાકિસ્તાન રીઢું...

UNમાં હિંદુત્વ વિશે બેફામ નિવેદન બદલ ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, પાકિસ્તાન રીઢું ગુનેગાર: રાજદ્વારી પેટલ ગેહલોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: પાકિસ્તાન સતત કોઈને કોઈ રીતે વિવાદમાં સંપડાયેલું રહે છે. પોતાના ઘરને સાચવવાના ફાંફા છે, ત્યારે દુનિયાને અને ભારતને કઈ રીતે આગળ વધી શકાય તે અંગે વણમાગી સલાહો આપ્યા કરે છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા નિવેદન બદલ ભારતે પાકિસ્તાનને ફરીથી ઘીંચમાં લીધું છે.

પ્રાપ્ત વિગત મુજબ, શુક્રવારે ન્યૂયોર્કમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં 78માં સત્રને સંબોધતા પાકિસ્તાની વડાપ્રધાન અનવારુલ હક કાકરે કહ્યું કે, દુનિયાએ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના આતંકવાદ સામે સાથે મળીને લડવું જોઈએ અને આતંકવાદને ખતમ કરવો જોઈએ. વધુમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન અનવારુલ હક કાકરે યુએનમાં એક ઈંટરવ્યૂમાં હિંદુત્વ વિશે વાત કરતાં વાત કરતાં કહ્યું કે, હિંદુત્વની રાજનીતિ પાછળ ધૃણાસ્પદ રહસ્ય છુપાયેલું છે. તેમજ હિંદુત્વવાદી રાજનીતિએ વિશ્વને યુધ્ધની ગર્તામાં ધકેલું દીધું છે. વધુમાં કેનેડામાં થયેલી નિજ્જરની હત્યા પણ હિન્દુત્વની વિસ્તારવાદી રાજનીતિનું પરિણામ છે એમ જણાવી ભારત પર પ્રહારો કર્યા હતા.

- Advertisement -

પાકિસ્તાનનાં વડાપ્રધાન અનવારુલ હક કાકરે યુએનમાં આપેલા ઈન્ટરવ્યૂનો જવાબ આપતા ભારતીય મિશનના પ્રથમ સચિવ અને રાજદ્વારી પેટલ ગેહલોતે કહ્યું કે, પાકિસ્તાન પોતે જ એક રીઢો ગુનેગાર છે ત્યારે ભારત પર કરેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. પાકિસ્તાન ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો દૂર ઉપયોગ કરી રહ્યું છે. વધુમાં રાજદ્વારી ગહલોતે પાકિસ્તાનને વળતો જવાબ આપતા કહ્યું કે, યુએનના સભ્ય રાષ્ટ્રો તથા બહપક્ષીય સંગઠનો એ વાત સારી રીતે જાણે છે કે, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયનું માનવાધિકાર અંગેના તેના નબળા રેકોર્ડ પરથી ધ્યાન હટાવવા માટે આવું કરે છે. ભારતે પાકિસ્તાનને રોકડું પરખાવતા કહ્યું કે, પાકિસ્તાન વિશ્વનો સૌથી નબળો માનવાધિકાર ધરાવતો દેશ છે. પાકિસ્તાને માનવાધિકારની વાત કરતાં પહેલાં લઘુમતી મહિલાઓનો ક્યારેય વિચાર કર્યો છે? ઓગષ્ટ 2023માં પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લાના જરાનવાલામાં ખ્રિસ્તી સમુદાય સાથે કરવામાં આવેલી ક્રૂરતા પાકિસ્તાનની હિંસાનું અને તેની નિયત માટેનું જ્વલંત ઉદાહરણ દુનિયા સમક્ષ છે. આ હિંસામાં 17થી વધારે ચર્ચ તથા 80થી વધુ ખ્રિસ્તી લોકોના ઘર સળગાવી મૂકવામાં આવ્યા હતા. અહમદિયા લોકોના ધાર્મિક સ્થળોને પણ તોડી પાડવામાં આવ્યા હતા.

ભારતે પાકિસ્તાનની હિન્દુ, શીખ અને ખ્રિસ્તી મહિલાઓની દયનીય હાલત વિશે જણાવતા કહ્યું કે, તાજેતરમાં પાકિસ્તાનનાં માનવાધિકાર આયોગ દ્વારા જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટ જણાય છે કે, લઘુમતી સમુદાયની 1000 જેટલી મહિલાઓ દર વર્ષે અપહરણ, બળજબરી ધર્મ પરીવર્તન અને જબરજસ્તીથી લગ્નનો શિકાર બની રહી છે. પાકિસ્તાન મુંબઈ આતંકવાદી હુમલાના આતંકવાદીઓનું આશ્રય સ્થાન અને રક્ષક રહ્યું છે. પાકિસ્તાનમાં જ આતંકવાદીઓને પોષવામાં આવે છે, જે દુનિયા માટે ઘાતક પુરવાર થઈ રહ્યું છે. મુંબઈ આતંકવાદી હુમલાને 15 વર્ષ કરતાં વધુ સમય થયો હોવા છતાં પાકિસ્તાને આતંકવાદીઓને કોઈ સજા કરી નથી જે દર્શાવે છે કે, મુંબઈ હુમલો પાકિસ્તાન પ્રેરિત હતો. ભારતે પાકિસ્તાનને દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવા પણ અપીલ કરી છે અને તે માટે ભારતે પાકિસ્તાનને સરહદ પરના આતંકવાદને રોકવા સ્પષ્ટ રીતે જણાવ્યુ છે. બળજબરીથી કબજે કરેલા ભારતીય પ્રદેશને ખાલી કરવા પણ કહ્યું છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular