Sonam Wangchuk Hunger Strike : દિલ્હીના જંતર-મંતર ખાતે શિક્ષણવિદ્ અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ પર ઉતર્યાને 14 દિવસ થવા આવ્યા છે અને તેમનું વજન 7.5 કિલો ઘટી ગયું છે. કોકરોચ જનતા પાર્ટીની માગણીઓ (Demands of Cockroach Janata Party) ના સમર્થનમાં આવેલા સોનમ વાંગચુક પોતાને સામાન્ય નાગરિક ગણાવે છે. પોતે આધુનિક ગાંધી કે હીરો નથી માત્ર વિદ્યાર્થીઓના હિત માટે લડી રહ્યાં છે. લોકોને વાંગચુકે અપીલ કરી છે કે, તેઓ કોઈ અન્યને પોતાના લીડર માનવાને બદલે પોતાની જિંદગીના હીરો ખુદ બને તેવી ભાવુક અપીલ કરી છે. પરીક્ષામાં કથિત ગેરરીતિઓના કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાનો ઉલ્લેખ કરતા વાંગચુકે લોકોને અપીલ કરી કે, તેઓ ચૂપ બેસી રહેવાને બદલે આ આંદોલનમાં જોડાય. આગામી 20 જુલાઈના રોજ સંસદ સુધી પ્રસ્તાવિત માર્ચ યોજાનારી છે.
સોશિયલ મીડિયા પર આંદોલનને સમર્થન આપવા બદલ સોનમ વાંગચુકે લોકોનો આભાર માન્યો (Sonam Wangchuk thanked the people) હતો. સાથે જ કહ્યું કે, તેઓ માત્ર એક સામાન્ય નાગરિક છે. આધુનિક ગાંધી કે કોઈ હીરો નથી. પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં સોનમ વાંગચુકની અચોક્કસ મુદતની ભૂખ હડતાલ શનિવારના રોજ 14માં દિવસમાં પ્રવેશી ગઈ છે. જ્યારે CJP નું વિરોધ પ્રદર્શન 22માં દિવસમાં પહોંચી ગયું છે.
Cockroach Janta Party દ્વારા જાહેર કરાયેલા સ્વાસ્થ્ય અપડેટ અનુસાર, ઉપવાસ શરૂ કર્યા પછી વાંગચુકનું વજન 7.5 કિલોગ્રામ ઘટ્યું છે અને બ્લડ પ્રેશર 106/74 નોંધાયું છે. શુક્રવારે રાત્રે જારી કરાયેલી X Post ના એક વીડિયોમાં વાંગચુકએ કહ્યું કે, તેઓ અગાઉના દિવસની સરખામણીમાં ઓછી ઉર્જા અનુભવી રહ્યા છે, પરંતુ તેઓ આંદોલન પ્રત્યે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, “આજે મારા ઉપવાસનો 13મો દિવસ છે. મને ગઈકાલ જેવી ઉર્જા નથી લાગી રહી. હું થોડો થાક અનુભવી રહ્યો છું. એવું બને છે કે, કેટલાંક દિવસો સારા હોય છે અને કેટલાંક નથી હોતા.” તેમણે લોકોને અપીલ કરી કે, તેઓ કોઈ હીરોની શોધ કરવાને બદલે એક નાગરિક તરીકે પોતાની જવાબદારી નિભાવે.








