Friday, June 5, 2026
HomeGujaratસસ્પેન્ડેડ પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામે મામલતદાર કલ્પના ગોંદિયાની વધુ એક જમીન...

સસ્પેન્ડેડ પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામે મામલતદાર કલ્પના ગોંદિયાની વધુ એક જમીન કૌભાંડની ફરિયાદ દાખલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભૂજ: Bhuj News : જીલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવતા ઉચ્ચ કક્ષાના અધિકારી જ્યારે જમીન કે એવા જ કોઈ કૌભાડમાં સંડોવાયેલા હોવાની વાત સામે આવે છે, ત્યારે આ પ્રકારના ઉચ્ચ અધિકારીઓએ સામે ધૃણા ઉપજે છે. સમગ્ર જીલ્લાની તથા જીલ્લાના લોકોના આરક્ષણની જવાબદારીનું વહન કરતાં કલેક્ટર કક્ષાના ઉચ્ચ અધિકારી સામે આર્થિક કૌભાંડો સામે આવે ત્યારે અધિકારીની નિયતો સામે તથા તેની પ્રામાણિકતા સામે પ્રશ્નાર્થ થાય છે. એવામાં સસ્પેન્ડેડ પૂર્વ કલેક્ટર સામે જમીન કૌભાંડ (Land Scam) અંગે ભૂજ સીઆઈડી બોર્ડર ઝોન પોલીસ મથકે (Bhuj Police) મામલતદાર દ્વારા ફરિયાદ દાખલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સસ્પેન્ડેડ પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા તથા નાયબ કલેક્ટર સામે ભુજની સરકારી ખરાબાની કરોડોની જમીન ગેરકાયદેસર રીતે ખાનગી વ્યક્તિને વેચી દેવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ભુજ શહેરના મામલતદાર કલ્પના ગોંદિયાએ નોંધાવી છે. મામલતદાર કપલા ગોંદિયાએ CID ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2003થી 2006 દરમિયાન પ્રદીપ શર્મા કચ્છમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન 14 ઓગષ્ટ 2003ના રોજ સંજય શાહે રેવન્યુ સર્વે નંબર 709 પૈકીની પાંચ એકર 38 ગુંઠાં જેટલી જમીન ખરીદી હતી. સંજય શાહ દ્વારા ખરીદવામાં આવેલ જમીનના માલિક વાસુદેવ રામદાસ ઠક્કર અને કુંજલત્તાબેન મધુકર ઠક્કર હતા. જમીન માલિકના પાવરદાર તરીકે રાજેશ પ્રેમજી ઠક્કર હતા. આ જમીન સંજય શાહે રાજેશ પ્રેમજી પાસેથી ખરીદી હતી. ભૂજના સરકારી ખરાબાની 1.38 એકર જમીન આ જમીનને અડીને આવેલી હતી.

- Advertisement -

સંજય શાહની માંગણીને અનુસંધાને તત્કાલિન મામલતદારે હકારાત્મક દરખાસ્ત તૈયાર કરી તત્કાલિન નાયબ કલેક્ટરને મોકલી આપી હતી. નાયબ કલેકટરે ભૂજ વિકાસ મંડળના અભિપ્રાય સાથે હકારાત્મક દરખાસ્ત 1 જાન્યુઆરી 2004ના રોજ કલેક્ટરને મોકલવામાં આવી હતી. ત્યારબાદ 9 એપ્રિલ 2004ના રોજ તત્કાલિન કલેક્ટર પ્રદીપ શર્માની અધ્યક્ષતામાં જમીન મૂલ્યાંકન સમિતિની બેઠક મળી હતી. આ સમિતિમાં તત્કાલિન કલેક્ટર પ્રદીપ શર્મા દ્વારા સંજય શાહને સરકારી જમીનને લાગુની જમીન તરીકે કરી આપતો હુકમ કર્યો હતો. આ સમિતિમાં સભ્ય તરીકે તત્કાલિન નિવાસી કલેક્ટર અને નગર નિયોજક પણ હાજર હતા.

આમ ગેરકાયદેસર રીતે સત્તાનો દૂરઉપયોગ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યાના આરોપ સાથે IPC કલમ 409, 217, 120-બી, 114 તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ (7)સી હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ સસ્પેન્ડેડ કલેક્ટર પ્રદીપ શર્મા સામે અગાઉ પણ ભ્રષ્ટાચાર મુજબની ફરિયાદો નોંધાયેલી છે. વધુ એક કૌભાંડની ફરિયાદ નોંધાતા પ્રદીપ શર્મા મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular