Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadતમામ માતા-પિતાએ ચેતવા જેવો કિસ્સો, જાણો શું થયું 9 માસના બાળક સાથે?

તમામ માતા-પિતાએ ચેતવા જેવો કિસ્સો, જાણો શું થયું 9 માસના બાળક સાથે?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: નાના બાળકો કે જેમણે શું ખાઈ શકાય કે ન ખાઈ શકાય તે બાબતે કોઈ સમજ નથી હોતી ત્યારે મા-બાપે નાના બાળકોની ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. નાનું બાળક હંમેશા હાથમાં આવેલી વસ્તુને મોઢામાં નાખવાનો પ્રયાસ કરે છે. બાળક માટે વસ્તુ મહત્ત્વની નથી હોતી, પરંતુ બાળકની નાસમજ બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આવા સંજોગોમાં દરેક માતા-પિતાએ પોતાનું બાળક ક્યાં રમે છે, શું ખાય છે વગેરે બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. બાળક સોય, ટાંકણી, પથ્થર વગેરે જેવી વસ્તીઓ સાથે તો નથી રમી રહ્યું ને જે બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે! આવી જ એક ઘટના અમદાવાદમાં (Ahmedabad) સામે આવી છે, જેમાં 9 માસનું બાળક રમતા રમતા રમકડાંના મોબાઈલનો LED બલ્બ ગળી ગયુ હતું.

ahmedabad civil hospital News
ahmedabad civil hospital News

મળતી માહિતી મુજબ, અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં (Ahmedabad Civil Hospital) તબીબો સમક્ષ એક ચોંકાવનારો કેસ આવ્યો હતો. મધ્યપ્રદેશના રતલામનું માત્ર નવ માસનું બાળક રમતા રમતા મોબાઈલનો LED બલ્બ ગળી ગયું હતું, જેથી બાળકને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં તકલીફ ઊભી થતાં બાળકને સ્થાનિક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યું હતું. એકાએક શ્વાસોશ્વાસની ક્રિયા વધી જવાથી X-RAY કરાવવામાં આવતા તેના જમણા ફેફસામાં કઈક ફોરેન બોડી હોવાનું નિદાન થયું હતું. આ બાબતે સર્જરી કરવી ફરજીયાત હોવાથી રતલામના ડોક્ટરે બાળકને બાળરોગ નિષ્ણાત પાસે લઈ જવાનું જણાવતા બાળકના માતા-પિતા બાળકને અમદાવાદ લઈ આવ્યા હતા.

- Advertisement -

બાળકના પિતા હસરત અલીના એક મિત્ર અમદાવાદ રહે છે. તેઓએ બાળકને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં લઈ આવવા કહ્યું હતું. બાળકને તાત્કાલિક ધોરણે અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે લાવવામાં આવતા સિવિલના તબીબોએ ફરીવાર X-RAY કર્યો તેમાં પણ પીન આકારની ફોરેન બોડી દેખાઈ હતી. આ ફોરેન બોડીના સચોટ નિદાન માટે બાળકની બ્રોકોસકોપી એટલે કે દૂરબીન વડે ફેફસાની તપાસ કરવામાં આવતા શ્વાસનળીની અંદર ફોરેન બોડી દેખાઈ હતી, પરંતુ રક્તસ્ત્રાવ અને વધારે પડતો સોજો હોવાથી ફોરેન બોડી નીકાળવાનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો. તેના ચાર દિવસ બાદ બીજો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં શ્વાસનળીમાથી ફોરેન બોડી કાઢવામાં સિવિલના ડોક્ટરોને સફળતા મળી. બીજા પ્રયત્નમાં બહાર કાઢવામાં આવેલો ફોરેન બોડીનો ટુકડો ફોટામાં જોઈ શકાય છે. બાળકે રમતા રમતા લાઈટનો છેડો તોડી દીધો હશે ને મોઢામાં નાખવાથી LED બલ્બ બાળકની શ્વાસનળીમા ઉતારી ગયો હતો.

વાળરોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી અને ડૉ. કલ્પેશની ટીમ દ્વારા ભારે જહેમત બાદ સર્જરી કરી LED બલ્બ કાઢવામાં આવ્યો હતો. બાળક હાલ એકદમ સ્વસ્થ છે તથા સર્જરી બાદ બાળકના માતા-પિતાએ પોતાના બાળકને સલામત પાછો મેળવતા ખૂબ જ ખુશ થયા હતા અને પોતાના 9 માસના બાળકને લઈ પોતાના વતન મધ્યપ્રદેશ પરત ફર્યા હતા. સર્જરી બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા અને સુપરિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ નાના બાળકોથી સોય, ટાંકણી, સિકા જેવી વસ્તુઓ દૂર રાખવા તમામ બાળકોના માતા-પિતાને સલાહ આપી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular