Thursday, July 23, 2026
HomeGujaratAhmedabadઆગામી લોકસભાની ચૂંટણીને લઈ OBC સમાજને એકજૂથ થવા જગદીશ ઠાકોરે કરી અપીલ

આગામી લોકસભાની ચૂંટણીને લઈ OBC સમાજને એકજૂથ થવા જગદીશ ઠાકોરે કરી અપીલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આજે બિહારના પૂર્વ મુખ્યમંત્રી બી. પી. મંડલની જન્મજયંતીની ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસની OBC સેલની બેઠક પણ યોજાઈ હતી. જેમાં અલગ-અલગ જિલ્લાના કોંગ્રેસના OBC સમાજના અગ્રણીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી લોકોસભાની ચૂંટણીને લઈ તમામ OBC સમાજના લોકોને એકજૂથ કરવા માટે હાકલ કરવામાં આવી હતી અને ભાજપ સરકાર દ્વારા જે તેમને મળવાપાત્ર અધિકારો છે, તેમના પર તરાપ મારવાના આરોપ કોંગ્રેસ નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. આજની બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha Election 2024) ભાજપને ઘરભેગી કરવા OBC સમાજના હક અને અધિકારો માટે રણનિતી તૈયાર કરવામાં આવી છે.

આ અંગે કોંગ્રેસ OBC સેલના અગ્રણી ઘનશ્યામ ગઢવીએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે, ”આજે ગુજરાતમાં 52 ટકા જેટલો દબદબો OBC સમાજનો છે. છતાં ભાજપ દ્વારા OBC સમાજ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. જે તે સમયે બિહારના પૂર્વ મુખ્યમંત્રી OBC સમાજના અગ્રણી બી. પી .મંડલ દ્વારા અનામતના લાભોને લઈને લડત ચલાવામાં આવી હતી. જે કારણોસર OBC સમાજને લાભો આપવામાં આવ્યા હતા. પંરતુ આજે સરકાર દ્વારા OBC લાભોને ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંધારણને ખતમ કરવા માટે ભાજપ સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે. જેને લઈ સમાજને જાગવું પડશે, તેમજ એકજૂથ થઈ ભાજપ સરકારને ઘરભેગી કરવી પડશે.”

- Advertisement -

આ અંગે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને OBC સમાજના અગ્રણી જગદીશ ઠાકોરે (Jagdish Thakor) સમાજને સંબોધન કરતા જાગૃત થવા હાકલ કરી છે. તેમણે કહ્યું હતું કે, ”આગામી 2024 લોકસભાની ચૂંટણીને લઈ અત્યારથી તૈયારીમાં લાગી જવાનું છે. તમામ જિલ્લાઓમાં OBC સમાજની કાર્યકારણી બેઠક યોજવામાં આવે, OBC સમાજ જાતિવાદમાં વહેંચાયેલો છે. જે માટે સમાજે જાતિવાદના તમામ પ્રકારની વાડાબંધી તોડી બંધારણ બચાવવા આગળ આવવું પડશે. તેમજ આગામી દિવસોમાં OBC સમાજ દ્વારા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે ધાર્મિક પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.”

ગુજરાતના તમામ જિલ્લાઓમાં OBC સમાજના એક ધાર્મિક સ્થળથી બીજા ધાર્મિક સ્થળ સુધી પદયાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ખાસ કરીને યુવાનોને રાજકીય ક્ષેત્રે સક્રિય થવા અપીલ પણ આ બેઠકમાં કરવામાં આવી છે. તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે “ધર્મના નામે ઉશ્કેરી સરકાર યુવાનોના હાથમાં ત્રિશુલ અને તલવાર આપે છે. પરંતુ સમાજના યુવાનોને નોકરીની જરૂરિયાત છે. સરકાર OBC સમાજના યુવાનોને એવું ક્યારેય નથી કહેતી કે, પોલીસ કે તલાટીની નોકરી કરે. માત્ર ધર્મના નામે ઝઘડો કરાવતા નેતાઓ જુદા-જુદા હિન્દુવાદી સંગઠનોના નેતાઓના બાળકો વિદેશમાં સારામાં સારો અભ્યાસ કરી રહ્યા છે. પંરતુ સરકાર દ્વારા OBC સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરી તેમને આગળ પ્રગતિ કરવાની જગ્યાએ તેમને હથિયાર પકડાવવામાં આવી રહ્યા છે.”

તેમણે OBC સમાજની અનામત બચાવવા તેમજ રાજકીય ક્ષેત્રે એકજૂથ થવા માટે હાંકલ કરી છે. આગામી 2024 લોકસભાની ચૂંટણીમાં મજબૂતાઈથી OBC સમાજને બંધારણ બચાવવા ભાજપ સરકાર સામે લડવા આહવાન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજની કોંગ્રેસ ખાતે મળેલી આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ગુજરાતમાં 52 ટકા જેટલી વસ્તી OBC સમાજની છે. પરંતુ રાજકીય અને વહીવટી ક્ષેત્રે ઓછું પ્રભુત્વ હોવાથી લોકોને જાગૃત થવા અને સંગઠિત થવા માટે ખાસ આ બેઠકમાં ભાર આપવામાં આવ્યો હતો.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular