Friday, April 17, 2026
HomeGeneralગરીબનું અનાજ પચાવી પાડવાનું કારસ્તાન ઝડપાયું, ડેપ્યુટી કલેક્ટરની ટીમે કૌભાંડીઓ સામે બોલાવી...

ગરીબનું અનાજ પચાવી પાડવાનું કારસ્તાન ઝડપાયું, ડેપ્યુટી કલેક્ટરની ટીમે કૌભાંડીઓ સામે બોલાવી તવાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath News: છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જુદા-જુદા જિલ્લાઓમાંથી ગરીબોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ (Grain Scam) ચાલી રહ્યુ છે. જેમાં કેટલાક અનાજ માફિયાઓ પૈસા કમાવવાની લાલચમાં અનાજ બારોબાર વેચી રોકડી રહ્યા છે. જ્યારે કોઈ લાભાર્થી અનાજ માટે આવે તો તેમાં ક્ટકી કરી મોટાપાયે કાળબજારી કરવામાં આવતી હોય છે. આ વ્યવસાય ખૂબ મોટાપાયે ફૂલીફાલી રહ્યો છે. જેમાં સરકારી અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ જોવા મળી રહી છે. ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લામાં સૂત્રાપાડાના (Sutrapada) ભાગ્યલક્ષ્મી સિડ્સ નામના કારખાના પર ડેપ્યુટી કલેક્ટરની ટીમે દોરડા પાડી મોટી કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન ગરેકાયદેસર રીતે સંગ્રહ કરેલા અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે જ એક ટ્રેક્ટર, એક પીકઅપ અને એક રીક્ષા પણ મળી આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે ગરીબના હકનું અનાજ બારોબાર વેચાઈ રહ્યું હોવાની બાતમી વેરાવળ ડેપ્યુટી કલેક્ટરને મળી હતી. જેમાં સરકારી ગોડાઉનમાંથી નીકળેલો અનાજનો જથ્થો રેશનિંગની દુકાનોમાં જવાને બદલે કારખાનામાં સંગ્રહ થઈ રહ્યો છે. જે બાતમીના અધારે ડેપ્યુટી કલેક્ટરે પોતાની ટીમ સાથે સૂત્રાપાડા ખાતે ટીંબડી ગામે ભાગ્યલક્ષ્મી સિડ્સ નામના કારખાનામાં દરોડો પાડ્યો હતો. જ્યાં કારખાનમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરેલો અનાજનો જંગી જથ્થો મળી આવ્યો હતો. જેમાં ઘંઉ, ચોખા અને ચણા સહિતના 643 જેટલા કટ્ટાઓ મળી આવ્યા છે. દરોડા દરમિયાન કારખાના સંચાલક મુકેશ ઝાલા પણ ત્યા હાજર હતો. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

- Advertisement -

ઘટનાની જાણ પુરવઠા વિભાગને કરવામાં આવતા પુરવઠા વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અનઅધિકૃત અનાજનો જથ્થો સીઝ કર્યો હતો. તેમજ કારખાના પાસેથી એક ટ્રેક્ટર, પીકઅપ અને રીક્ષા પણ મળી આવી હતી. હાલ આ મામલે પુરવઠા વિભાગ દ્વારા કારખાનાના માલિક અને સરકારી અધિકારીઓમાં આ અનાજ સગેવગે કરવામાં કોની સંડોવણી છે, તે દિશામાં તપાસ તેજ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે વેરાવળથી સરકારી રેશનિંગનો જથ્થો ઝડપાયો હતો. જ્યાં જિલ્લામાં ગરીબનું અનાજ બારોબાર વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું હતું. જેના પગલે જિલ્લા કલેક્ટરના કડક કાર્યવાહીના આદેશ બાદ અનાજ માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. હવે જોવું એ રહ્યું કે, આ કિસ્સામાં પુરવઠા વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરે છે.

ઈનપુટ: ધર્મેશ જેઠવા

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular