Saturday, March 15, 2025
HomeGujaratBhavnagarભાવનગર SOGએ પકડ્યો મુન્નાભાઈ MBBS, ડિગ્રી વગર ચલાવતો હતો ક્લિનિક

ભાવનગર SOGએ પકડ્યો મુન્નાભાઈ MBBS, ડિગ્રી વગર ચલાવતો હતો ક્લિનિક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar News: ગુજરાતમાં ડિગ્રી વગર ફરતા બોગસ તબીબોનો (Bogus Doctor) રાફડો ફાટ્યો છે. આવા લેભાગુ તત્વો કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ખોલીને બેસી જતા હોય છે અને લોકોની સારવાર કરતા હોય છે. ત્યારે ઘણી વાર આવા બોગસ તબીબોના કારણે લોકોને જીવ પણ ગુમાવવો પડતો હોય છે. ત્યારે આવા બોગસ ડૉકટર સામે ભાવનગર SOGની ટીમે તવાઈ બોલાવી છે અને એક લેભાગુ તત્વને શિહોર ખાતેથી દબોચી પાડ્યો છે. તેની પાસેથી મેડિકલ ઉપયોગમાં લેવાતા જુદા-જુદા સાધનો પણ મળી આવ્યા છે. હાલ આ મામલે બોગસ તબીબ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના શિહોર ખાતે એક વ્યક્તિ કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહ્યો હતો અને લોકોની સારવાર કરી રહ્યો છે. જેની બાતમી ભાવનગર SOGને મળતા SOGની ટીમે શીહોરના મોધીબાની વિસ્તારમાં દોરોડા પાડી દવાખાનું ચલાવતા વ્યક્તિની પૂછપરછ કરી હતી. તેના પાસેથી મેડિકલની ડિગ્રી માગતા તે પોલીસને આપી શક્યો ન હતો, જેના પગલે નકલી ડૉકટર હોવાનું સામે આવ્યું હતું. જે મામલે SOGએ ઈમરાન રાઠોડ નામના નકલી ડૉકટરની ધરપકડ કરી છે. તેની પાસેથી અલગ-અલગ દવાઓ અને મેડિકલ ઉપયોગમાં લેવાતા સાધનો મળી 12 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બોગસ તબીબને જેલના હવાલે કર્યો છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક ગામડાઓ આવા લેભાગુ તત્વો બોગસ ડૉકટર લોકોના સ્વસ્થય સાથે ચેડા કરી પૈસા પડાવતા હોય છે. તેમજ કેટલાક કિસ્સાઓમાં લોકોના કેસ પણ બગાડી દેતા હોય છે. જેને પરિણામે લોકોને મોતના ભેટવાનો પણ વારો આવતો હોય છે. થોડા સમય પહેલા આ જ પ્રકારે બોગસ ડૉકટર રાજકોટમાંથી પણ ઝડપાયો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular