નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ Bhavnagar Robbery : ગુજરાતમાં વધુ એકવાર આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા હોવાની ઘટાના સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી સતત આંગડિયા કર્મીઓ સાથે લૂંટ ચાલાવમાં આવી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં (Bhavnagar) વહેલી સવારે આંગડિયા કર્મીનું અપહરણ કરીને બંદુકની અણીએ લૂંટ(Loot) ચલાવામાં આવી છે. જોકે આ લૂંટ થઈ ત્યાંથી સિહોર પોલીસ સ્ટેશન (Sihor Police Station) માત્ર 100 મીટર દુર આવેલું છે. તેમ છતાં લૂંટારૂઓ વહેલી સવારે રેકી કરીને બંદુકની અણી અપહરણ કરીને લૂંટ કરી જતાં પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, વહેલી સવારે 4 વાગ્યે સુરતથી ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલા ઢસા ગામમાં આંગડિયાના પાર્સલ આવ્યા હતા. આ પાર્સલને અલગ-અલગ સ્થળ પર ડિલેવરી કરવા માટે SX4 કારમાં ત્રણ વક્તિઓ નિકળ્યા હતા. આ કાર સિદ્ધપુરના ચન્દ્રવતી ગામનો રહેવાસી કરણ રાજપુત ચલાવી રહ્યો હતો. જ્યારે તેની સાથે ડિસાનો અજય ઠાકુર અને રાહુલ ઠાકુર પણ કારમાં સવાર હતા. રાહુલ ઠાકુર સોનગઢ ઉતરીને પાણીતાણા પાર્સલ આપવા માટે નિકળ્યો હતો.
જ્યારે કરણ અને અજય કાર લઈને સોનગઢથી સિહાર જવા માટે નિકળ્યા હતા. ત્યાર બાદ સિહરો બસ સ્ટેશનની નજીક આવેલા આર. મહેન્દ્ર આગંડિયાની ઓફિસે પાર્સલ ઊતાર્યા હતા. આ સ્થળ પર અગાઉથી જ લૂંટારૂઓ રેકી કરી રહ્યા હતા. કર્મચારીઓ પાર્સલ મુકીને કારમાં બેસતા હતા ત્યારે 4થી 5 લોકોએ બંદુકની અણીએ અજયને કારમાંથી ઉતારી દીધો હતો. ત્યાર બાદ કારચાલક કરણનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. લૂંટારૂએ કરણને રસ્તામાં ઉતારીને કારમાં રહેલા પાર્સલની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. રસ્તામાં વચ્ચે કરણને ઉતારી દેતા તે બસમાં સિહોર પરત ફર્યો હતો. આ પાર્સલમાં 1 કરોડની કિંમતના હિરા અને રોકડ રકમ હોવાનો અંદાજ છે. હાલ પોલીસને આ કાર ભાવનગર-વલ્લભીપુર પાસેથી મળી આવી છે.
પોલીસ સ્ટેશન પાસેથી જ લાખોના હીરા અને રોકડની લૂંટ સાથે અપહરણ
અપહરણ અને લૂંટની ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આંગડિયા ઓફિસ સહિતના CCTV ફુટેજ કબ્જે કરીને આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ અગાઉ ઢસામાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો. કર્મચારી બાઈક લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન લૂંટારૂએ કાર લઈને આવ્યા હતા અને કર્મચારીની બાઈકને ટક્કર મારીને લૂંટ ચલાવી હતી. આ લૂંટારૂઓ મહેસાણાના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
Tag: Bhavnagar News, Loot in Bhavnagar, Bhavnagar Angadia Robbery Today
અહેવાલઃ હઠીસિંહ ચૌહાણ
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








