Tuesday, April 28, 2026
HomeGujaratGandhinagarGandhinagar : માણસાની સગીરા પર રેપ કરનારા આરોપીને 20 વર્ષની સખત કેદ,...

Gandhinagar : માણસાની સગીરા પર રેપ કરનારા આરોપીને 20 વર્ષની સખત કેદ, 4 લાખનું વળતર ચૂકવવા અદાલતનો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માણસામાં રહેતી 15 વર્ષીય સગીરાને લલચાવી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સખત કેદ (Rape accused gets 20 years in prison) સ્પેશિયલ પોક્સો કોર્ટે ફટકારી છે. એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માએ 4 લાખ રૂપિયાનું વળતર ભોગ બનનારને ચૂકવવાનો આદેશ કર્યો છે.

વર્ષ 2021ના 26 ઓગસ્ટના રોજ માણસામાં ડી. ડી. પટેલ સ્કૂલ સામેથી બિટ્ટુ કલ્પેશભાઈ દરજી 15 વર્ષ અને 9 માસની સગીરાને પોતાની જાળમાં ફસાવી અપહરણ કર્યું હતું. આરોપી સગીરાને બાઇક પર બેસાડી ગાંધીનગર હાઇવે પર આવેલી ગાયત્રી સોસાયટી સામેના રોયલ પેલેસ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાની માતાએ માણસા પોલીસ મથકે (Mansa Police Station) ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ કેસ Special POCSO Court Gandhinagar માં ચાલી જતાં પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. ઉપરાંત ભોગ બનનાર સગીરાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ચાર લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular