નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Ahmedabad News : બુધવારે મોડીરાત્રે અમદાવાદના (Ahmedabad) ઈસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં (ISKCON Bridge accident) મૃત્યુનો આંક વધ્યો છે. ગઈકાલે થયેલા અકસ્માતમાં વધુ એક પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. બેફામગતિએ દોડી રહેલી જેગુઆર કારએ હાઈવે પર અગાઉ થયેલા અકસ્માતમાં (Road Accident) ઈજાગ્રસ્તોને મદદ કરી રહેલા ટોળા પર ફરી વળી હતી. જેમાં 8 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 20 લોકોને ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલ સહિત અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાં ટૂંકી સારવાર દરમિયાન હેડકોન્સ્ટેબલનું મોત નિપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. જેના પગલે ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે.
એસ.જી. હાઈવે 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જસવંત સિંહ ગઈકાલે ઈસ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત સ્થળે ફરિયાદ લેવા માટે ગયા હતા. આ દરમિયાન પૂરઝડપે લકઝૂરિયસ કાર દોડાવી રહેલા તથ્ય પટેલે હાઈવે પર હાજર લોકોના ટોળાને કચડી નાંખ્યુ હતું. જ્યાં કાર સાથે ટક્કર થતાં લોકો 25 થી 30 ફૂટ દૂર ફૂટબોલના માફક ફંગોળાયા હતા. આ અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 20થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક એમ્બ્યુલેન્સ મારફતે સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં આજે ટૂંકી સારવાર દરમિયાન બપોરે ત્રણ વાગ્યાના આસપાસ હેડ કોન્સ્ટેબલ જસવંત સિંહનું મોત નિપજ્યું હતું.
જસવંતસિંહના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. અચાનક જસવંતસિંહની અણધારી વિદાયથી પરિવારનો અધાર સ્તંભ છીનવાયો હતો. જોકે બીજી તરફ 9 લોકોની જિંદગી હણી લેનાર તથ્ય પટેલ ઈજાઓ હોવાથી સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સરખેજ પોલીસે સિમ્સ હોસ્પિટલમાંથી તથ્ય પટેલની ધરપકડ કરી સરખેજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો, તેની પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી રહી. હાલ પોલીસ દ્વારા તથ્ય પટેલને ઘટના સ્થળ પર લાવીને ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ આરોપી તથ્ય પટેલની સાથે પોલીસે કારમાં સવાર બે યુવક અને ત્રણ યુવતી મળી કુલ પાંચ લોકોની અટકાયત કરી હતી. જેમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ અકસ્માત સ્થળે મૃતકના મિત્રોને ધમકી આપવા અને ડરાવવા બદલ પોલીસ દ્વારા ગુનોં નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીએ દારૂ પીધો હતો કે નહી, કોઈ નશો કરીને વાહન ચલાવતો હતો તે દિશામાં પણ તપાસ હાથધરી છે. આરોપીને ગઈકાલે કોર્ટમાં પોલીસ રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની પૂછપરછ કરશે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસોઓ થઈ શકે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








