Wednesday, February 18, 2026
HomeGujaratBhavnagarભાવનગરઃ તોડબાજીનો ઓડિયો વાયરલ થતાં એપેડેમિક ઓફિસરને છુટા કરાયા

ભાવનગરઃ તોડબાજીનો ઓડિયો વાયરલ થતાં એપેડેમિક ઓફિસરને છુટા કરાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ Bhavnagar ACB Trap : ભાવનગરમાં (Bhavnagar) તાજેતરમાં લગ્ન નોંધણી કરાવવા માટે તલાટી તોડબાજી કરતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારે ભાવનગરમાં ફરી એકવાર તોડબાજીનો ઓડિયો (Bribe Audio Viral) ફરતો થયો છે. ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીના નામે એપેડેમીક મેડિકલ ઓફિસર (epidemic officer) 10 લાખની માગણી કરતો હોવાનો ઓડિયો વાયરલ થયો છે. ઓડિયો ક્લિપ વાયરલ થતાં ગાંધીનગર સુધી પડધમ પડ્યા છે. તોડીબાજી કરનાર એપેડેમીક મેડિકલ ઓફિસર ડોક્ટર સુનિલ પટેલને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભાવનગરમાંથી છુટો કરીને ગાંધીનગર આરોગ્ય કમિશનરની કચેરીમાં પરત મોકલવાનો હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગત અનુસરા, એક મહિના અગાઉ ભાવનગરના ધોધા તાલુકાના વાળુકડ ગામે રહેતા અને ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગમાં હેલ્થ સુરપરવાઈઝર તરીકે ફરજ બજાવતા રફીક મંધરા તેમના ઘરે હોસ્પિટલનું કામ કરતાં હોવાની જાણકારી મળી હતી. જેથી એકેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર સુનિલ પટેલ, રિઝનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડો.મનીષ ફેન્સી સહિત હેલ્થ સુરરવાઈઝર થોડા દિવસ પહેલા રફીક મંધરાના ઘરે તપાસ કરવા માટે ગયા હતા. ત્યારબાદ રફીક મંધરા આગામી થોડાક દિવસમાં નિવૃત થતાં તેને ભાવગનગરની સરોવર પાર્ટીકો હોટલમાં બોલાવીને DDO અને RDDના નામે રૂપિયા 10 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આરોગ્ય કર્મી રફીક મંધરા પર એક્શન નહીં લેવા થયેલી તોડબાજીનો ઓડિયો વાયરલ થયો હતો.

- Advertisement -

આ વાયરલ ઓડિયોમાં સાંભળવા મળે છે કે, વહીવટી અધિકારીએ તમારા કેસનું કાચુ તૈયાર કર્યું છે, તમને પેન્શનમાં તકલીફ કરશે સમજીને દસ લાખ રૂપિયા આપી દો, જોકે રફીક મંધરા આટલા બધા પૈસા ન હોવાનું જણાવીને 50 હજાર આપવાની વાત કરે છે. તેના જવાબમાં સુનિલ જણાવે છે કે અધિકારીનો હોદ્દો જોવો, તેનું સ્ટેટ્સ જોઈને વાત કરો, RDDને ગાંધીનગરમાં આપવાના હોય છે, તેઓની વિરૂદ્ધમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં તપાસ પેન્ડિંગ છે, DDOને કલેક્ટર બનવું હોય તો તેને પણ 50 લાખ આપવા પડે. આ વાતના અંતે ત્રણ લાખમાં તોડ નક્કી થયો અને હોટલમાં RDDને બોલાવાયા. જોકે ત્રણ લાખ આપવામાં રફીક મંધરા આનાકાની કરતાં RDD મનીષ ફેન્સી જણાવે છે કે, આ શાક માર્કેટ નથી, ત્રણ લાખ આપવા પડે નહીં તો DDOઓને કાગળ આપી દઈશ, હું ગણિતનો મોટો માસ્ટર છું, તમને પેન્સન ગ્રેજ્યુએટીના 40-50 લાખ મળવાના છે, જેથી ત્રણ લાખ આપવા પડશે.

આ અંગે આરોગ્ય કર્મચારીએ ACBમાં ફરિયાદ નોંધાવી હતી. વિભાગીય નાયબ નીયામકની કચેરી બહુમાળી ભવન ખાતે ત્રણ લાખ આપવાનું નક્કી કરવામાં આવતા ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. પરંતું ACBની ગંધ આવી જતાં છટકું નિષ્ફળ ગયું હતુ. ત્યારે સમગ્ર તોડબાજી અંગેની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચતા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીનગર આરોગ્ય કમિશનર દ્વારા પણ ખાતાકીય તપાસ શરૂ કરતાં સાક્ષીઓ પર દબાણ ન આવે અને રેકોર્ડ તપાસી શકાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. સુનિલ પટેલને ભાગવનગરમાંથી છુટો કરીને ગાંધીનગર આરોગ્ય કમિશનરની કચેરીમાં પરત મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ વાયરલ ઓડિયો ક્લિપ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી કુમારે જણાવ્યું હતું કે, મે મહિનામાં તાલુકા સુપરવાઈઝર પ્રાઈવેટ પ્રેક્ટીસ કરે છે તેવી માહિતી મળતા તેમના ઘરે વિભાગીય નાયબ નિયામક અને જિલ્લા પંચાયતના એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. સુનિલ પટેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી, જેના અનુશંધાનમાં જિલ્લા વિકાસ અધિકારીને એક રિપોર્ટ મળ્યો હતો, જેના આધારે પ્રાથમિક તપાસ ચાલુ કરી હતી, પ્રાથમિક તપાસનો અહેવાલ અમને મળતાં તેમના સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે, 31 મેના રોજ તાલુકા સુપરવાઈઝર નિવૃત થયા છે, પરંતું સોમવારે તેમના તરફથી એક લેટર અને પેનડ્રાઈવ જિલ્લા વિકાસ અધિકારીના સરનામા પર મળ્યા હતા, પેનડ્રાઈવનો ઓડિયો સાંભળતાં સુનિલ પટેલનો અને વિભાગ નાયબ નિયામકનો અવાજ છે તેવું રફીક મંધરા દ્વારા કહેવામાં આવી રહ્યું છે, જેથી એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. સુનિલ પટેલને બોલાવીને આ ઓડિયો સંભળાવીને તેમને નોટીસ પાઠવીને જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું મુદ્દો ગંભીર હતો કારણ કે જિલ્લા વિકાસ અધિકારી, વિભાગીય નિયામકનું નામ લેવામાં આવ્યું હતું, જે અમારા સત્તા મર્યાદામાં આવતું ન હોવાના કારણસર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસમાં આડસરના થાય તે આસયથી ડો. સુનિલ પટેલને વિભાગના હવાલે કરી છુટા કરવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે કમિશનરને અહેવાલ આપવામાં આવ્યો છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular