નવજીવન ન્યૂઝ. કેશોદ: Junagadh News : ગુજરાતમાં રોડ અકસ્માતનું (Road Accident) પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. અકસ્માતના કારણે રોજ અનેક લોકોના અકાળે મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં (Junagadh) વધુ એક અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. જૂનાગઢનાં કેશોદમાં (Keshod) એક ક્રેને રસ્તા પરથી એક્ટિવા લઈને પસાર થતાં દંપતીને ટક્કર મારતા એક્ટિવા સ્લીપ ખાઈને પડી ગયું હતું અને મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યાર બાદ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. કેશોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આરોપીને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, જૂનાગઢના કેશોદ પોસ્ટ ઓફિસથી આજરોજ સવારે 7 વાગ્યાના સમયે એક દંપતી એક્ટિવા પર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન રોડ પર પૂરઝડપે દોડવી રહેલા ક્રેન ચાલકે અચાનક રસ્તામાં ગાય આવી જતા એકદમથી ટર્ન માર્યો હતો. જેના કારણે ક્રેનના બાજુમાં ચાલી રહેલી એક્ટિવાને ટક્કર વાગતા દંપતી નીચે પટકાયુ હતું. ત્યારે ક્રેનનું પાછળનું ટાયર નીચે પટાકાયેલા મહિલા પર ફરી વળતા તેમના ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો પણ ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે એમબ્યુલેન્સ મારફતે કેશોદની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ દરમિયાન ગંભીર ઈજાઓને કારણે મહિલાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બીજી તરફ અકસ્માત સર્જનાર ક્રેન ચાલક ક્રેન મૂકી ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા કેશોદ પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. ત્યાર બાદ પિડતીનું નિવેદન નોંધી અકસ્માત સ્થળે પહોંચી પંચનામું કર્યું હતું.
અકસ્માત સ્થળ પર અકસ્માત સર્જનારી ક્રેન પણ મળી આવી હતી, જે નંબર પ્લેટ વગરની હતી. જે બાબતને લઈ હાલ કેશોદ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે અકસ્માત અંગેનો ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃત્યુ પામનાર મહિલાનું નામ પ્રવિણા અશ્વિનકુમાર વાઝા હોવાનું સામે આવ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








