નવજીવન ન્યૂઝ. ગુજરાત: હિન્દુ ધર્મમાં અમરનાથની યાત્રાનું (Amarnath Yatra) વિશેષ મહત્વ છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથની ગુફામાં દર્શન કરવા જતાં હોય છે. દર વર્ષે જુલાઇ માહિનામાં અમરનાથની યાત્રા શરૂ કરવામાં આવે છે, આ વર્ષે 1લી જુલાઇથી શરૂ થયેલી અમરનાથ યાત્રા વરસાદના કારણે અટકાવવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે અમરનાથ દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ પણ હલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ યાત્રા કરવા માટે ગુજરાતનાં (Gujarat) પણ 30 જેટલા યુવાનો અમરનાથ ગયા હતા, હાલ આ ગુજરાતીઓ પણ વરસાદના કારણે ફસાઈ ગયા છે અને શ્રદ્ધાળુઓને ડોમમાં રહેવાની ફરજ પડી છે.
ગુજરાતથી અમરનાથની યાત્રાએ ગયેલા 30 જેટલા લોકો ખરાબ વાતવરણના કારણે અધવચ્ચે અટવાયા છે. જેને કારણે તેમને યાત્રા સ્થગિત કરવાની ફરજ પડી છે. છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે યાત્રિકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, 20 યાત્રિકો સુરતના અને 10 વડોદરાના ફસાયા છે. યાત્રિકો દ્વારા પ્રશાસને મદદ માટે અપીલ કરવામાં આવી રહી છે. હાલ યાત્રાના રૂટ પર ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે યાત્રિકોએ પહેરલા કાપડા પણ પલળી ગયા છે. તેમજ ભારે હિમાવર્ષાના કારણે ટેન્ટમાં પાણી ટપકતા યાત્રિકોને ઓઢવા માટેના ગોદડા પણ પલળી ગયા છે. ભીના કપડાં અને ઓઢવાના ગોદલના કારણે સખત ઠંડીથી યાત્રિકોની હાલત કફોડી બની છે. તેમજ યાતનાઓને લઈ ગુજરાતી યાત્રિકોએ એક વીડિયો બનાવી ગુજરાત સરકારને મદદ માટે અપીલ કરી છે.
ખરાબ વાતવરણના કારણે સ્થાનિક પ્રશાસને યાત્રિકોને ગુફા તરફ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં અધિકારીઓના જણાવ્યા મુજબ, વાતવરણ નિયમિત થયા બાદ યાત્રિકોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, શ્રીનગર-જમ્મુ હાઈવે બંધ હોવાના કારણે યાત્રિકોને જમ્મુથી આગળ જવાની મંજૂરી આપવામાં આવી નથી. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની પણ કેટલીક ઘટના સામે આવી રહી છે. જેના કારણે જમ્મુ હાઈવે સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે. તેમજ યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી હાલ યાત્રિકોની યાત્ર સ્થગતિ કરી દેવા આદેશ આપવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








