Thursday, April 23, 2026
HomeGujaratAhmedabadધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું: ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર એક્શન, જુઓ Video

ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું: ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર એક્શન, જુઓ Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદવાદઃ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ધર્મેશ ગમારાની હત્યા બાદ સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ સઘન કાર્યવાહી મોડમાં આવી ગયા છે. ઘટનાના અનુસંધાને શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં બુલડોઝર અને ટ્રેક્ટરની મદદથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. આ ડિમોલિશન ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાંથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરીને કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાનો છે.

કાર્યવાહીના પ્રથમ તબક્કામાં ધંધુકાથી રાણપુર ચાર રસ્તા સુધી આવેલી ગેરકાયદેસર દુકાનોને નિશાન બનાવવામાં આવી રહી છે. સાથે જ રસ્તા પર ઉભેલા અંદાજે 14 ગેરકાયદેસર શેડ દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખાટકીવાડ વિસ્તારમાં આવેલા આશરે 5 ગેરકાયદેસર મકાનોને પણ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- Advertisement -

આ ઝુંબેશ માત્ર શહેર સુધી સીમિત નથી. ફેદરા-ધંધુકા હાઈવે પર આવેલા અંદાજે 12 એકમોને ગેરકાયદેસર બાંધકામ બાબતે નોટિસ પાઠવવામાં આવી છે. જો સંબંધિત માલિકો દ્વારા યોગ્ય જવાબ આપવામાં નહીં આવે અથવા દબાણ દૂર નહીં કરવામાં આવે તો તંત્ર દ્વારા આગળ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ કામગીરીના ભાગરૂપે, કિશન ભરવાડ હત્યા કેસના આરોપી શબીર ચોપડાના નિવાસસ્થાને ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવ્યું છે. ઉપરાંત અન્ય એક આરોપીના ઘરે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આ પગલાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્રની કડક નીતિ દર્શાવે છે.

ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધંધુકાના પ્રવેશદ્વારો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જેના કારણે સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી દ્વારા તંત્ર શહેરમાં કાયદાનું શાસન સ્થાપિત કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular