Saturday, April 18, 2026
HomeGujaratAhmedabadધંધુકાની કેનાલમાં નાહવા પડેલા 4 મિત્રોમાંથી 1નું ડૂબી જવાથી મૃત્યુ, ત્રણનો આબાદ...

ધંધુકાની કેનાલમાં નાહવા પડેલા 4 મિત્રોમાંથી 1નું ડૂબી જવાથી મૃત્યુ, ત્રણનો આબાદ બચાવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) ચાર મિત્રો ધોલેરા તાલુકા ખાતે આવેલા ભડિયાદ પીર દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે દર્શન કરી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેમણે ધંધુકા (Dhandhuka) પાસેથી પસાર થતી નર્મદા કેનાલ (Narmada Canal) નાહવા માટે પડ્યા હતા. જેમાં નહતા-નહતા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતા એક યુવકનું મૃત્યુ થયું હતુ. જોકે અન્ય ત્રણ યુવકને સમયસર મદદ મળી રહેતા આબાદ બચાવ થયો છે. આ મામલે ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ એક યુવકનો મૃતદેહ શોધવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરતા ધંધુકાની પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આ સમ્રગ મામલે મૃતકના પરિવારને જાણ કરી હતી.

પ્રાથમિક જાણકારી મુજબ, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા ચાર જેટલા મિત્રો ધોલેરા ખાતે આવેલા ભડિયાદ પીરની દરગાહ પર દર્શન કરવા ગયા હતા. આજે સવારે તેઓ અમદાવાદ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ધંધુકાના રસ્તામાં આવેલી નર્મદા કેનાલમાં ચારેય મિત્રો નાહવા પડ્યા હતા. જેમાં નાહતા-નાહતા યુવાનો કેનાલની ઉંડાઈમાં ગરકાવ થયા હતા. જેમાંથી એક યુવાન કેનાલના પ્રવાહમાં તણાઈ ગયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવાનોએ બચવા માટે બૂમો પડતા આસપાસના ખેતરમાં કામ રહેલા ખેડૂતો પણ તાત્કાલિક કેનાલ પાસે દો઼ડી આવ્યા હતા અને કેનાલમાં દોરડા નાખી ત્રણ યુવકોને હેમખેમ બચાવી લીધા હતા. જ્યારે તેમાંથી એક યુવક તણાઈ જવાના કારણે સમ્રગ મામલે ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો કેનાલ પાસે દોડી આવ્યા હતા. યુવકની કેનાલમાં શોધખોળ કરતા એક કિલોમીટર દૂર યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે ફાયર વિભાગે ધંધુકા પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ ધંધુકા પોલીસની ટીમ પણ કેનાલ પાસે દોડી આવી હતી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલી આપી અકસ્માત મોત અંગેનો ગુનો નોંધ્યો હતો.

- Advertisement -

યુવાનના મૃત્યુ મામલે પોલીસે પરિવારજનોને જાણ કરતા અમદાવાદનો પરિવાર ધંધુકાની સરકારી હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં આકસ્મિક રીતે જુવાનજોધ યુવાનનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. મળતી માહિતી મુજબ મૃતક યુવકનું નામ મોહંમદ રીઝવાન હોવાનું સામે આવ્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular