નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara News: ગુજરાતના દરિયાકિનારે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારો (fishermen) કેટલીક વખત માછીમારી કરતાં કરતાં પાકિસ્તાની જળસીમમાં ઘુસી જતા હોય છે, તેવી જ રીતે ઘણી વાર પાકિસ્તાનનાં માછીમારો ભારતની સીમમાં આવી જતાં હોય છે. જેના કારણે બંને દેશ દ્વારા આવી રીતે આંતરરાષ્ટ્રીય જળસીમાનું ઉલ્લંઘન કરવા માટે આ માછીમારોને પકડી લેવામાં આવે છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાની જેલમાં (Pakistan Jail) સજા કાપી રહેલા 182 માછીમારો વતન પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત સરકારની રજૂઆત બાદ પાકિસ્તાને 182 જેટલા માછીમારોને મુક્ત કર્યા છે. વાઘા બોર્ડર (wagah border) પરથી તમામનું વેરફિકેશન કરી અમૃતસર ટ્રેન (amritsar train) દ્ઘારા વડોદરા ખાતે લાવવામાં આવ્યા હતા. કુષિમંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) માછીમારોને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને તમામ માછીમારોને બસ મારફતે તેમના વતન પહોંચાડવામાં આવી રહ્યા છે.
વેરાવળ અને દ્ઘારકા સહિત જુદા-જુદા દરિયાકિનારાની આસપાસ રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. માછીમારી કરી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. જેના કારણે તેઓ કેટલીક વખત માછીમારી કરતા સમયે અન્ય દેશની સરહદમાં ધૂસી જતા, અન્ય દેશની કોસ્ટગાર્ડ અને નેવી પેટ્રોલિંગ દરમિયાન તેમને પકડી લે છે. હજુ પણ ભારતના 500 થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. 2008માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એકબીજાના કેદીઓની વિગતો આપવા માટેનો કરાર થયો હતો. તેના જ ભાગરૂપે છેલ્લા લાંબા સયમથી પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો માટે ભારત વિદેશ મંત્રાલય દ્ઘારા પાકિસ્તાન મંત્રાલયને રજૂઆત કરવામમા આવી રહી છે. જે બાદ પાકિસ્તાને સરકારે 182 જેટલા માછીમારો જે છેલ્લા ચાર વર્ષથી જેલમાં બંધ હતા, તેમને છોડવાનો નિર્ણય કર્યો હતો. 182 માછીમારોમાં તમામ ગુજરાતના છે. જેમને વાઘા બોર્ડર પરથી ખરાઈ કરી અમૃતસર એક્સપ્રેસ દ્ઘારા વડોદરા ખાતે લાવવામાં આવ્યા છે.
પાકિસ્તાની જેલમાંથી છૂટી વતન પરત ફરતા માછીમારોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, “4 વર્ષ બાદ પરિવારને મળવા જઈ રહ્યા છે. જે બાબતની અમને ખૂબ ખુશી છે. અમે તો એક સમય માટે પાછા આવવાની આશા ગુમાવી દીધી હતી. પરંતુ વતન પરત ફરતા અને પરિવારને મળવાનું થતા એવું લાગી રહ્યું છે કે નદી સમુદ્ગને મળી રહી હોય.”
વધુમાં માછીમારે જણાવ્યું હતું કે, “2019માં અમે માછીમારી કરી રહ્યા હતા. દરમિયાન માછીમારી કરતા પાકિસ્તાના સરહદી વિસ્તારમાં પહોંચી ગયા હતા. જોકે આ બાબતની અમને પણ જાણ ન હતી કે અમે પાકિસ્તાન જળસીમામાં આવી પહોંચ્યા છે. ત્યારે પાકિસ્તાની કોસ્ટગાર્ડ અને નેવીને ટીમ પેટ્રોલિંગમાં હતી અને ભારતીય બોટ જોતા તેમણે બોટ કોર્ડન કરી અમને પકડી લીધા હતા અને કરાચીની નાની જેલમાં મોકલી આપ્યા હતા અને 4 વર્ષથી અમે જેલમાં બંધ હતા.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








