Thursday, April 30, 2026
HomeGujaratSurendranagarઆખરે ખનીજ વિભાગની ઊંઘ ઉડી, સૂરજદેવળ નજીકથી ઝડપાયું ખનીજ ચોરીનું કારસ્તાન: સુરેન્દ્રનગર

આખરે ખનીજ વિભાગની ઊંઘ ઉડી, સૂરજદેવળ નજીકથી ઝડપાયું ખનીજ ચોરીનું કારસ્તાન: સુરેન્દ્રનગર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. થાનગઢ: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના થાનગઢમાં (Thangadh) કોલાસાના કાળાકારોબાર દિવસેને દિવસે વિકસી રહ્યો છે. ત્યારે નવજીવન ન્યૂઝ સતત અહેવાલો પ્રસિધ્ધ કરી ખનીજ વિભાગ અને પોલીસ તંત્રને જગાડી રહ્યું છે. સાથે જ ગુજરાતની ઐતિહાસિક ધરોહર સૂરજદેવળ મંદિરને (Surajdeval mandir)પણ ખનીજ માફિયાથી(mining mafia) બચાવવા તંત્રને જગાડવામાં આવ્યું હતું. જેના પગલે આખરે તંત્ર હળવું હરકતમાં આવ્યું છે અને રૂપિયા 80 લાખના મશીન અને વાહન જપ્ત કરી ગેરકાયદેસર ખનન મામલે કાર્યવાહી કરી છે.

સુરેન્દ્રનગરના થાનગઢ નજીક સોનગઢ ખાતે આવેલા જુના સૂરજદેવળ મંદિર આસપાસ બેફામ ખનીજ ચોરી કરી ઊંડી ખીણો બનાવી દેવામાં આવી છે. ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવા છતાં વર્ષોથી સુરેન્દ્રનગરનું સ્થાનિક તંત્ર અને ખનીજ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું હતું. ત્યારે નવજીવન ન્યૂઝે અહેવાલ પ્રસિધ્ધ કરી તંત્રને ઉઘાડું પાડી દેતા હવે ખનીજ વિભાગ દોડતું થયું છે. ત્યારે ગતરોજ ખનીજ વિભાગે સૂરજદેવળ મંદિર નજીકથી પૂર્વ દિશામાં ખનન કરી રહેલા જે.સી.બી. કંપનીના ખોદકામના મશીન અને ડમ્પર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

ખનીજ વિભાગે જણાવ્યા અનુસાર આ દરોડા દરિયાન સિલિકા સેન્ડ ખનીજની ચોરી ચાલી રહી હતી. આમ સ્થળ પરથી ખનીજ ચોરી કરી રહેલા ડમ્પર નંબર GJ-03-7419 સહિત એક જે.સી.બી. કંપનીનું મશીન કબ્જે કર્યું છે. મળતી વિગતો મુજબ ઝડપાયેલો તમામ મુદ્દામલ થાનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

છતાં પણ સવાલો યથાવત!

પરંતુ અત્રે સવાલ એ પેદા થાય છે કે ગામ લૂંટાય ગયા બાદ જાગેલું ખનીજ વિભાગ માત્ર મશીનરી જ કેમ પકડી શકી હતી. આ સ્થળ પર ગેરકાયદેસર ખનન કરી રહેલા માફિયાઓ સુધી ખનીજ વિભાગ કેમ ન પહોંચી શક્યું. અત્રે ઉલ્લેખનીય છે કે સૂરજદેવળ મંદિર નજીક ગેરકાયદેસર ખનન મામલે પુરાતન વિભાગે કરેલા રિપોર્ટમાં કિશોર નામના શખ્સ દ્વારા ખોદકામ થયું હોવાનું જણાવ્યું છે. છતાં પણ આજસુધી આ મામલે કિશોર કે અન્ય કોઈ ખનીજ માફિયા વિરુધ્ધ કાર્યવાહી થઈ હોય તેવા સત્તાવાર અહેવાલ મળ્યા નથી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular