નવજીવન ન્યૂઝ. અમદાવાદ: દિવસે ને દિવસે વાહનચાલકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન (traffic rules violation) કરીને કે R.T.O. ના નિયમો તોડવાનો રેકોર્ડ સર્જી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ પણ હવે આવા બેદરકાર વાહનચાલકો સામે સતર્ક બની છે અને અવનવી ડ્રાઈવ યોજીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ઘરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદમાં (Ahmedabad )હવે ફેન્સી નંબર પ્લેટ (fancy number plate) લગાડનારા પર પણ ટ્રાફિક પોલીસે (Traffic Police) તવાઈ બોલાવી 123 વાહનોને ડિટેઇન કર્યા છે.
કોઈપણ વાહનોમાં R.T.O. માન્ય નંબર પ્લેટ લગાડવાનો નિયમ હોવા છતાં કેટલાંક લોકો ફેન્સી નંબર પ્લેટ લગાવતા હોય છે. તો કેટલાંક લોકો જાત-ભાતના લખાણ કે સ્ટીકરો કે ચિત્રોવાળી નંબર પ્લેટ લગાવતા હોય છે. આવી નંબર પ્લેટ લગાડવી એ R.T.O ના નિયમોનો ભંગ છે. ત્યારે આવા નિયમો તોડતા વાહનચાલકો પર અમદાવાદના પૂર્વના ટ્રાફિક D.C.P સફિન હસને લાલ આંખ કરી ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે એક ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જેમાં 123 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.
અમદાવાદ પૂર્વના ટ્રાફિક D.C.P સફિન હસને (DCP Safin Hasan) હાથ ધરેલી ડ્રાઈવ મુજબ અમદાવાદ ટ્રાફિક પોલીસે ફેન્સી નંબર પ્લેટવાળા અને જાત-જાતના લખાણ વાળા વાહનોને ડિટેઈન કરવાની કામગીરી આદરી હતી. જેમાં એક જ દિવસમાં અમદાવાદમાં ફેન્સી નંબર પ્લેટવાળા અને જાત-જાતના લખાણવાળા 123 વાહનોને ડિટેઇન કરાયા છે.
આ સાથે જ અમદાવાદ ટ્રાફિક પોલીસે આવા નિયમ તોડનારા વાહનચાલકો માટે એક ટ્વીટ કરીને અનુરોધ કર્યો હતો કે “તમારા વાહનોમાં માત્રને માત્ર આરટીઓ માન્ય નંબર પ્લેટનો જ ઉપયોગ કરો”. સાથે જ જણાવ્યું છે કે “જો આપ પણ ફેન્સી નંબર પ્લેટ લગાવીને ફરો છો તો ઉનાળામાં ચાલતા જવું પડશે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ છે તેવામાં જો ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહન લઇને ફરશો તો ભર-તડકામાં ચાલતું ઘરે પરત ફરવું પડશે, કાં તો રીક્ષાના ખોટા પૈસા ચૂકવવા પડશે. કારણ કે ટ્રાફિક પોલીસ દ્વારા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનોને ડિટેઈન કરવાની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનો તમને પણ માર પડી શકે છે. પરંતુ જો ટ્રાફિક પોલીસની આ કાર્યવાહીથી બચવું હોય તો R.T.O માન્ય પ્લેટ વહેલી તકે લગાવવી હવે જરૂરી બન્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહી માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં ફેન્સી નંબર પ્લેટ લઈને ફરતા વાહનચાલકો વિરુદ્ધ થઈ શકે છે.
TAG: Ahmedabad News, Ahmedabad RTO News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796