Saturday, May 30, 2026
HomeGujaratGandhinagarગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં આગ! શું કહ્યું ચેરમેન હસમુખ પટેલે વાંચો

ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં આગ! શું કહ્યું ચેરમેન હસમુખ પટેલે વાંચો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Fire at GSSSB Office: ગાંધીનગરના (Gandhinagar) કર્મયોગી ભવનમાં આગનો બનાવ સામે આવતા કચેરીમાં નાસભાગ જોવા મળી હતી. મળતી વિગતો અનુસાર આગ બપોરના સમયે કર્મયોગી ભવનના બ્લોક-2 માં પ્રથમ માળે લાગી હતી. જે ઘટનાને પગલે કચેરીમાં ફરજ પર રહેલા કર્મચારીઓ અને અધિકારીમાં નાસભાગ જોવા મળી હતી. ફાયર વિભાગને જાણકારી મળતા જ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

Fire at GPSSB Office
Fire at GPSSB Office

મહત્વની વાત છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્વની કચેરીઓ ધરાવતા કર્મયોગી ભવનમાં આગ લાગી હતી. આ આગનો બનાવ ગૌણ સેવા પસંદગી મંડળની કેચરીમાં લાગતા વિવાદાસ્પદ મામલો બની ગઈ છે. હાલ આગને કાબૂમાં લેવાઇ ગઈ હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે ગૌણ સેવા પસંદગી મંડળના સ્ટ્રોંગ રૂમને કંઈ થયું છે કે નહીં તેવા સવાલો શરૂ થયા હતા. કારણ કે આ સ્ટ્રોંગ રૂમમાં ભરતી ઉમેદવારોના પેપર રાખવામાં આવતા હોય છે.

- Advertisement -

એક ગુજરાતી સમાચાર સાઈટના માધ્યમથી અહેવાલ મળી રહ્યા છે કે આગની ઘટના બાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું છે કે, સ્ટ્રોંગ રૂમને કોઈ નુકસાન થયું નથી. દરેક પેપર સહિતની સમાગ્રી સલામત છે માત્ર જે રૂમમાં આગ લાગી ત્યાંનું ફર્નિચર જ સળગ્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular