Sunday, June 7, 2026
HomeNationalએ લડકી વોડકા પીવે છે કે ટકીલા? યુવા કોંગ્રસના પ્રમુખ અને મંત્રી...

એ લડકી વોડકા પીવે છે કે ટકીલા? યુવા કોંગ્રસના પ્રમુખ અને મંત્રી મહિલા આયોગની ઝપટે ચઢી શકે છે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Assam News Gujarati: આસામના પૂર્વ યુવા કોંગ્રેસના મહિલા અધ્યક્ષે કોંગ્રેસની યુવા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી. અને આસામના યુવા કોંગ્રેસના ઈન્ચાર્જ સેક્રેટરી વર્ધન યાદવ પર આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે મહિલા અંગકીતા દત્તાના (Angikita Dutta)આક્ષેપ બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે (NCW) પણ ગંભીરતા દાખવી મામલો હાથમાં લીધો હોવાના અહેવાલ છે. જેમાં યુવા કોંગ્રેસના અધ્યક્ષ અંગકીતા દત્તાએ શ્રીનિવાસ બી.વી. (Srinivas BV) અને વર્ધન યાદવ (Vardhan Yadav)પર જાતિગત ભેદભાવ અને સતામણીના (Harassment) ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: આસામના યુવા કોંગ્રેસના પૂર્વ મહિલા અધ્યક્ષે અંગકીતા દત્તાએ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી. અને ઈન્ચાર્જ સેક્રેટરી વર્ધન યાદવ પર જાતીય સતામણીના આક્ષેપ લગાવ્યા છે. જેમાં અંગકીતા દત્તાએ જણાવ્યું છે કે, જ્યારથી તેમણે રાહુલ ગાંધીને યુવા કોંગ્રસમાં ચાલી રહેલી ગરબડો ભારત જોડો યાત્રા દરમિયાન માહિતી આપી હતી ત્યારથી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી. અને સેક્રેટરી વર્ધન યાદવ દ્વારા તેમને પરેશાન કરવામાં આવી રહ્યા હતા. અંગીકાએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વર્ધન યાદવ તેમને ડો. અંગકીતા દત્તા કે અંગકીતાના બદલે ‘એ લડકી… એ લડકી’ કહીને સંબોધન કરતા હતા અને પરેશાન કરતા હતા. અંગકીતાનો આરોપ છે કે આ સતામણી છેલ્લા 6 મહિનાથી ચાલી રહી હતી જેના પુરાવા પણ તેમની પાસે છે.

- Advertisement -

એટલું જ નહીં પણ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ પણ તેની સાથે એવું જ વર્તન કરતા હતા. અંકીતાએ આક્ષેપ કર્યો હતો કે રાયપુરમાં યોજાયેલા પ્લેનરી સેશન દરમિયાન શ્રીનિવાસે કહ્યું કે, એ લડકી તું શીને મેસેજ કરે છે? વોડકા પીવે છે કે ટકીલા પીવે છે? જ્યારે વર્ધન કહી રહ્યા હતા કે ‘યે લડકી બદનામ હો ચૂકી હે’. આ સમગ્ર મામલાની જાણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને મહામંત્રીને પણ કરવામાં આવી હોવાનો અંકીતાનો દાવો છે. પરંતુ પાર્ટી દ્વારા કોઈ ઈન્કવાયરી કમિટીનું ગઠન કરી તપાસ કરવામાં નથી આવી. ઉપરાંત વર્ધન યાદવે તેમના વિરૂધ્ધના પોસ્ટ બનાવી શેર કર્યા હતા અને તેઓ ભાજપ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરવા લાગ્યા હતા. આ બાબતના કેટલાક સ્ક્રિનશોટ પણ અંગકીતાએ ટ્વિટ કર્યા છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે મારા દાદા અને પિતા પણ કોંગ્રેસમાં જ રહ્યા હતા અને હું પણ કોંગ્રેસ સાથે જ છું. પરંતુ વર્ધન અને શ્રીનિવાસ જેવા લોકોએ કોંગ્રેસનું પતન કરી નાખ્યું છે.

અંગકીતાનો દાવો છે કે યુવા કોંગ્રેસમાં તેની સાથે જાતિય ભેદભાવ અને સતામણી કરી પરેશાન કરવામાં આવતા હતા. જેના કારણે તેમને મદદ માટે નેતાઓને પણ વાત કરી પરંતુ કોઈ મદદ મળી નહીં. ત્યારે હવે આ મામલો મીડિયા સમક્ષ રજૂ કરતા રાષ્ટ્રીય મહિલા આયોગનું ધ્યાન આ તરફ ગયું છે. સમાચાર એજન્સી એ.એન.આઈ. દ્વારા માહિતી મળી રહી છે કે રાષ્ટ્રીય મહિલા આયોગે અંગકીતા દત્તાના સતામણીના આક્ષેપ મામલો હાથ પર લીધો છે અને કાર્યવાહી કરશે. હાલ તો જણાય રહ્યું છે કે આ મામલે યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ અને સેક્રેટરી વર્ધન યાદવ સહિત કોંગ્રેસ પણ વિવાદમાં ફસાઈ શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular