નવજીવન ન્યૂઝ.સુદાન: Sudan Crisis: સુદાનની રાજધાની ખાર્તૂમમાં અર્ધસૈનિક બળ અને સેના વચ્ચે છેલ્લાં ઘણા દિવસોથી ચાલી રહેલા યુદ્ધના પગલે ગોળીબાર અને જૂથ અથડામણોના (Sudan Clash) કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. જેમાં એક ભારતીય નાગરિકના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. ઉપરાંત 31 કર્ણાટકના આદિવાસીઓ ત્યાં ફસાયેલા (Indians Trapped) હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. ત્યારે સુદાનમાં રહેતા ભારતીયોને ઘરની અંદર રહેવા અને કોઈપણ સંજોગોમાં બહાર ન નીકળવા માટે ત્યાંની સરકારે નાગરિકોને અપીલ પણ કરી છે. તો બીજી તરફ ભારત સરકાર પણ ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટે સાઉદી અરબ અને યુ.એ.ઈ.ના વિદેશ મંત્રીઓ સાથે સંપર્ક સાધવાના પ્રયાસ કરી રહી છે. ત્યારે આ ઘટનાને લઈને વિદેશ મંત્રી અને કોંગ્રેસ નેતા વચ્ચે ટ્વીટર યુદ્ધ શરૂ થઈ ગયું છે. જેના કારણે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.
શરૂ થયું ટ્વીટર વૉર?
કોઈપણ પક્ષ હોય તે દરેક મુદ્દાને રાજકારણનો રંગ આપી દેતું હોય છે. આવું જ બન્યું છે સુદાનમાં ફસાયેલા કર્ણાટકના 31 આદિવાસીયોના કિસ્સામાં. જેમને પરત લાવવા માટે વિદેશમંત્રી એસ. જયશંકરે એક નિવેદન આપ્યું હતું. જે નિવેદનને લઈને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ ભારત સરકાર પર આદિવાસીઓને ભારત પરત લાવવામાં નિષ્ફળતાનો આરોપ લગાવ્યો હતો. બન્ને નેતાઓ વચ્ચે ટ્વીટરના માધ્યમથી આરોપ પ્રત્યારોપ કરવામાં આવતા ટ્વીટર યુદ્ધ શરૂ થઈ ગયું છે. જેના ઘેરા પ્રત્યાઘાત રાજકારણ પર પડતા ચર્ચા ઉગ્ર બની છે.
શું લગાવ્યા આરોપ-પ્રતિઆરોપ?
સિદ્ધારમૈયાએ ભારત સરકારની નિષ્ક્રિયતાનો દાવો કરતા કહ્યું હતું કે, “સુદાનમાં હક્કિ પિક્કી છેલ્લાં કેટલાંક દિવસોથી ખોરાક વિના ફસાયેલા છે અને સરકારે તેમને પાછા લાવવા માટે હજી સુધી કોઈ કાર્યવાહી શરૂ કરી નથી.”
તેમના આ નિવેદન પર વિદેશ મંત્રીએ આડે હાથ લેતા કહ્યું હતું કે, “મને નથી લાગતું કે આવા આરોપો મૂકીને તમને કોઈ રાજકીય ફાયદો થશે, પરંતુ આવું કહીને તમે વિદેશમાં ફસાયેલા ભારતીયોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છો. વધુમાં કહ્યું કે, “હું માત્ર એટલી અપીલ કરું છું કે, સુદાનમાં ફસાયેલા ભારતીયોનો જીવ જોખમમાં છે, ત્યારે આવા સમયે તમે રાજનીતિ ના રમો. સુદાનમાં પરિસ્થિતિ વણસી ત્યારથી અમે ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના દરેક બનતા પ્રયાસો કરી રહ્યા છીએ, દરેક ઘટના પર અમે નજર રાખી રહ્યા છીએ”.
તમે વિદેશમંત્રી છો એટલે મદદની અપીલ કરી છે.
જો કે વિદેશમંત્રીના આ નિવેદન પર કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ પલટવાર કરતા કહ્યું કે,”તમે વિદેશમંત્રી છો એટલે મેં તમને મદદની અપીલ કરી છે.”
ઉલ્લેખનીય છે કે, નિયમિત સેનામાં RSFના એકીકરણને લઈને સૈન્યના નેતા અબ્દેલ ફતેહ અલ-બુરહાન અને RSFના કમાંડર મોહમ્મદ હમદાન ડાગલો વચ્ચે થયેલા તણાવો બાદ ગત શનિવારે સુદાનમાં હિંસા પ્રસરી ગઈ હતી. દક્ષિણ ખાર્તૂમમાં RSFની છાવણી નજીક જૂથ અથડામણ અને બોમ્બ વિસ્ફોટ તેમજ ગોળીબારના અહેવાલો મળ્યા હતા. ત્યારે ભારતમાં પણ વિદેશમંત્રી અને કોંગ્રેસ નેતા વચ્ચે ટ્વીટર યુદ્ધ છેડાયું હતું. ત્યારે હવે જોવું રહ્યું કે, સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં સરકાર કેટલી સફળ થાય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








