Friday, June 5, 2026
HomeGujaratAhmedabadશું AMC દ્વારા બાઉન્સરો તૈનાત કરવાથી શહેરમાં રખડતા ઢોરના ત્રાસનો અંત આવશે?...

શું AMC દ્વારા બાઉન્સરો તૈનાત કરવાથી શહેરમાં રખડતા ઢોરના ત્રાસનો અંત આવશે? હાઇકોર્ટમાં એફિડેવિડ રજૂ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Ahmedabad News: રખડતા ઢોર એ રાજ્યની સૌથી મોટી સમસ્યાઓમાંથી (Stray Cattle menace)એક બની છે. રખડતા ઢોરના હુમલાઓથી (Attack)અનેક નિર્દોષોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. શહેર સહિત ગામડાઓના રસ્તા પર રખડતા ઢોર યમરાજ બની ફરી રહ્યા છે અને લોકોને મોતના ઘાટ ઉતારી રહ્યા છે. જે લોકોની સુરક્ષા અને સલામતી માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. અવાર-નવાર હાઈકોર્ટ દ્વારા તંત્રની રખડતા ઢોરની ઢીલી કામગીરી સામે કાન આમળવામાં આવે છે, ફટકારો લગાવામાં આવે છે. છતાં રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા ઠેર ને ઠેર જોવા મળી રહી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર મામલે થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ((AMC) હાઈકોર્ટમાં (Gujarat High Court) એફડેવિડ રજૂ કરીને રખડતા ઢોરને (Stray Cattle) ડામવા વિશ્વાસ અપાવ્યો છે.

રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે શહેરમાં આગામી દિવસોમાં રખડતા ઢોરના ત્રાસને નાથવા બાઉન્સરો રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં કોર્પોરેશનના ઢોરપાર્ટી વિભાગ દ્વારા 96 જેટલા સ્થળો પર નક્કી કરી બાઉન્સરો તૈનાત કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર મામલે પોલીસી રજૂ કરવામાં આવી છે. જેમાં હવેથી રખડતા ઢોર માલિકો કે સંસ્થાઓને લાયસન્સ લેવુ પડશે. પશુઓને રાખવા જગ્યા નક્કી કરવી પડશે. ઘાસચારા જાહેર રાખવા બદલ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

- Advertisement -

રખડતા ઢોરના હુમલાઓને થતા ચિંતાજનક વધારાના પગલે આ જ પ્રકારનો કાયદો ગુજરાત વિધાનસભામાં ભાજપે પસાર કર્યો હતો. જોકે માલધારી સમાજના આક્રોશ બાદ સરકારને ઘૂંટણીયે પડી કાયદો રદ કરવાની ફરજ પડી હતી. જોકે ફરી કોર્પોરેશનને રાજ્ય સરકારની કાયદાની જેમ નવી પોલીસી રજૂ કરતા માલધારીઓમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે CNCD વિભાગ દ્વારા રખડતા ઢોર પકડવાની કાર્યવાહી દરમિયાન ઢોરપાર્ટી પર હુમલાઓની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. જેને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે બાઉન્સરો મેદાને ઉતારવાનો નિર્ણય લેવાયો છે. શહેરના 96 જેટલાં સ્થળો નક્કી કરી બાઉન્સરો તૈનાત કરવામાં આવશે જે બે શિફ્ટમાં કામગીરી કરશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular