Tuesday, March 17, 2026
HomeGujaratSuratગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, વિવાદિત નિવેદન મામલે કાર્યવાહીના એંધાણ

ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, વિવાદિત નિવેદન મામલે કાર્યવાહીના એંધાણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટર્સે પાર્ટી છોડી ભાજપનો દામન થામતા આમ આદમી પાર્ટીમાં હડકંપ જોવા મળ્યો હતો. ત્યારે હવે બીજા એવા સમાચાર સામે આવ્યા છે જેનાથી આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધતી જણાય છે. હાલ માહિતી મળી રહી છે કે ગોપાલ ઈટાલીયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કારણ કે સુરતમાં આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટર્સ રાજીનામા ધરી ભાજપમાં જોડાયા હતા. આ તકે આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું હતું કે ભાજપ દબાણ અને ખરીદ ફરોખ્તની રાજનીતિ કરી રહ્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ થતા ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

- Advertisement -

આજરોજ સુરત ખાતેથી ગોપાલ ઈટાલીયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મળતી વિગતો અનુસાર ગોપાલ ઈટાલીયાની પોલીસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર ડ્રગ મામલે કરેલી ટિપ્પણીના કારણે ધરપકડ કરી છે. હાલ ગોપાલ ઈટાલીયાની અટકાયત કરી ક્રાઈમ બ્રાન્ચની કચેરી ખાતે લઈ જવામાં આવ્યા છે.

મહત્વની વાત છે ગત ચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલીયાએ હર્ષ સંઘવીના નામ સાથે ડ્રગની ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીના કારણે તેઓ વિવાદમાં ઘેરયા હતા અને રાજકીય આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular