Thursday, April 23, 2026
HomeGujaratSuratસુરતમાં બેફામ ટ્રક માસૂમ પર યમરાજ બની ફરી વળી

સુરતમાં બેફામ ટ્રક માસૂમ પર યમરાજ બની ફરી વળી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરત : Surat News: રાજ્ય સહિત સુરત શહેરમાં(Surat City) અકસ્માતના (Accident) કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. કેટલાંક વાહનચાલકો રસ્તા પર બેદરકારીપૂર્વક પુરપાટે વાહનો હંકારી લોકોના ભોગ લેતા હોય છે. ત્યારે વધુ એક હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના સુરતના સરોલી વિસ્તારમાથી સામે આવી છે. જ્યાં ટ્રકચાલકે ગફલતભરી રીતે ટ્રક હંકારી બાળકને અડફેટે લીધા હતા ગંભીર ઇજા પહોંચી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત નિપજયું છે. બાળકના મુત્યુથી પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. આ ઘટનાને પગલે ટ્રક ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવા પરિવારજનોએ માગ કરી છે.

પ્રાપ્તિ માહિતી અનુસાર, સુરતના સરોલી વિસ્તારમાં કન્ટ્રકશન સાઈડ પાસે શ્રમજીવી પરિવાર રહે છે. જેમાં રાત્રિના સમયે બાળક ઘર આંગણે રમી રહ્યો હતો. તે દરમિયાન સિમેન્ટના ગોડાઉન પાસે ટ્રક યમરાજ બની પુરપાટે આવી હતી અને ઘર આંગણે રમી રહેલા બાળકને અડફેટે લીધો હતો. જેમાં એક બાળકને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે સુરતના સ્વિમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યુ હતું. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. ટ્રકચાલકે ભાગવાનો પ્રયાસ કરતા તેને ઝડપી પાડ્યો હતો. આ સમ્રગ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રકચાલકની ધરપકડ કરી અકસ્માતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

મૃત્યુ પામનાર બાળક શ્રમજીવી પરિવારનું હોવાનું સામે આવ્યું છે. જે સરોલી વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઈડ પર મજૂરી કરી ગુજરાન ચલાવે છે. બાળકના મોતથી પરિવારમાં શોકનું મોજૂં ફરી વળ્યું છે. પરિવાર દ્વારા ટ્રકચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular