Thursday, April 23, 2026
HomeGujaratBhavnagarભાવનગરઃ રખડતાં ઢોરના કારણે વધુ એક મહિલાનું મોત નિપજ્યું

ભાવનગરઃ રખડતાં ઢોરના કારણે વધુ એક મહિલાનું મોત નિપજ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ Bhavnagar News: રાજ્યમાં રખડતાં ઢોરનો (Stray Cattle) આતંક અટકવાનું નામ નથી લઈ રહી. રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court)કડક કાર્યવાહી કરવા માટે તંત્રને આદેશ કર્યા બાદ પણ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા નબળી કામગીરી કરવામાં આવતી હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.ત્યારે રખડતા ઢોરના કારણે વધુ એક મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.ભાવનગરની(Bhavnagar) મહિલાને ઢોરે અડફેટે લેતા મોત (Woman Death) નિપજ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગત 11 એપ્રિલના દિવસે કાજલબેન પંકજભાઈ શિયાળ નામના મહિલા તેમના પતિ અને બાળક સાથે બાઈક પર બેસી ભડી ગામથી પ્રસંગમાંથી ભાવનગર આવી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે અધેવાડા ગામ પાસે પહોંચતા ત્યાં બે ઢોર જાહેર માર્ગ પર બાખડી રહ્યા હતા. આ દરમિયાન ઢોરે તેમની બાઈકને અડફેટમાં લેતા બાઈક પર સવાર મહિલા તેમના પતિ અને બાળક રોડ પર પટકાયા હતા.

- Advertisement -

આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાને ઈજા થતાં તેમને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે આજે કાજલબેનનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મહિલાનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. ઉપરાંત બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. ઢોરના કારણે અવાર-નવાર થતાં અકસ્માતમાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે, છતાં તંત્ર દ્વારા કેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી? તે એક મોટો સવાલ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular