Monday, August 24, 2026
HomeGujaratRajkotમહિલાનો નિર્વસ્ત્ર ફોટો મેળવી આરોપીએ સતત ગુજાર્યો બળાત્કાર, વાંચો કઈ રીતે થઈ...

મહિલાનો નિર્વસ્ત્ર ફોટો મેળવી આરોપીએ સતત ગુજાર્યો બળાત્કાર, વાંચો કઈ રીતે થઈ હતી મિત્રતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજયમાં અવાર-નવાર દુષ્કર્મના બનાવો બનતા હોય છે. ત્યારે રાજકોટ શહેર (Rajkot City)માં રહેતી પરણિતા દુષ્કર્મનો શિકાર બની છે. જેમાં આરોપી અરૂણ જોશી દ્વારા પરણિતા સાથે મિત્રતા કરી તેની સાથે શરીર સબંધ બાંધ્યા હતા અને પીડિતાના નિર્વસ્ત્ર ફોટોગ્રાફ (Nude) પણ લીધા હતા. બાદમાં આરોપી આ ફોટો વાયરલ (Viral) કરી દેવાની ધમકી આપી વારંવાર પીડિતા સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિતાના મોબાઈલમાં તેના પતિએ વોટ્સએપ ચેટ (Whatsapp Chat) જોઈ હતી જેમાં આરોપી સાથેની વાતચીત જોવા મળી હતી.

પીડિતાની ફરિયાદ અનુસાર રાજકોટ શહેરમાં એક શિક્ષકની પત્નીને બ્લેકમેઈલ કરી યુવકે દુષ્કર્મનો ભોગ બનાવી છે. જેમાં પીડિતાએ જણાવ્યું છે કે તેઓના ઘર નજીક રહેતા અને તેના પતિ સાથે પટ્ટાવાળાની નોકરી કરતા પાડોશી રેખાબેન સાથે તેઓ બહાર ગયા હતા. ત્યારે તેમની સાથે અરૂણ નામના યુવકની વાતચીત ચાલી રહી હતી. આ મહિલા દ્વારા પીડિતાને અરૂણ સાથે પરિચય થયો હતો અને બાદમાં રેખાબેન પાસેથી આરોપી યુવકે પીડિતાનો મોબાઈલ નંબર પણ માગ્યો હતો. આમ મોબાઈલ નંબર મળતા આરોપીએ પીડિતાને ફ્રેન્ડશીપની વાત કરી દોસ્તીની જાળમાં ફસાવી હતી.

- Advertisement -

આરોપી સાથે મિત્રતા બાદ આરોપી યુવકે પીડિતાને મળવા માટે શહેરના યાજ્ઞિક રોડ પર મળવા બોલાવી હતી. જ્યાં યુવક જે મોબાઈલના શો રૂમમાં કામ કરે છે ત્યાં નજીકમાં તેઓ મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન પાડોશી રેખાબેન પણ તેની સાથે રહ્યા હતા. બાદમાં આરોપી યુવક અરુણે પીડિતાના નિર્વસ્ત્ર ફોટાની માગણી કરી હતી પરંતુ પીડિતાએ ના પાડી દીધી હતી. પરંતુ ત્યારે જે વાત ફોનમાં થઈ હતી તેના આધારે આરોપી તેને ધમકી આપી કહેતો હતો કે, આ રેકોર્ડિંગ તારા પતિને મોકલી દઈશ. આમ પીડિતાએ ડરના કારણે પોતાના નિર્વસ્ત્ર ફોટા આરોપીને મોકલ્યા હતા.

બાદમાં આરોપી અરૂણ પીડિતાને મળવા બોલાવતો અને પતિ તેમજ દિકારની હત્યા કરી નાખવાન ધમકી આપતો હતો. સાથે જ તે પીડિતાને બોલાવી શરીર સંબધ બાંધવા લાગ્યો હતો અને ફોનમાં રહેલા ફોટો અને રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. સાથે જ પીડિતાના ઘરે જઈને પણ આરોપીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે. આમ પીડિતા સાથે આરોપીએ પંદરેક વખત દુષ્કર્મ ગુજાર્યુ હોવાનું પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે.

મહત્વની વાત છે કે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી ત્યારે પહોંચ્યો જ્યારે પીડિતાના પતિને સમગ્ર ઘટનાની જાણ થઈ. પીડિતાના પતિ દ્વારા તેણીના મોબાઈલ ફોનમાં રહેલી ચેટ જોતા તેમાં ખુલાસો થયો હતો કે આરોપી તેની પત્ની સાથે દુષ્કર્મ ગુજારી રહ્યો છે. આ મામલે મહિલાને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવવા માટે હિંમત આપતા પીડિતાએ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે આઈ.પી.સી.ની કલમ 376, 506 (2) ફરિયાદ નોંધી આરોપી અરૂણ જોશીની ધરપકડ કરી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular