Friday, June 5, 2026
HomeGujaratVadodaraકારેલીથી જંબુસર જતી ST બસનો અકસ્માત, 1નું મોત, 15 થી વધુ ઈજાગ્રસ્ત

કારેલીથી જંબુસર જતી ST બસનો અકસ્માત, 1નું મોત, 15 થી વધુ ઈજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara News: સલામત સવારી એસટી અમારીના સ્લોગનથી દોડતી એસટી બસનો વધુ એક અકસ્માત (Bus Accident) સામે આવ્યો છે. વડોદરાના (Vadodara) કારેલીથી જંબુસર (Kareli to Jambusar) જતી એસટી બસનો અકસ્માત (GSRTC Bus Accident)સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. હાલ તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જોકે મુસાફર સાથે રકઝ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, જંબુસર ડેપોની એસટી બસ કારેલીથી જંબુસર વહેલી સવારે 7 વાગ્યે 40 મુસાફરોને લઈને નીકળી હતી. આ બસમાં સ્કૂલ, કોલેજ સહિતના વિદ્યાર્થીઓ પણ સવાર હતા. આ દરમિયાન બસ ગજેરાથી એક વૃદ્ધ બસમાં ચઢ્યા હતા. આ વૃદ્ધ દરવાજા પાસે ઉભા રહેતા ડ્રાઈવર અને વૃદ્ધ વચ્ચે રકઝક થઈ હતી. આ બનાવ બાદ થોડે જ દૂર રસ્તાની બાજુ આવેલા વરસાદી કાંસમાં બસ ઉતરી ગઈ હતી.

- Advertisement -

એસટી બસનો માસારોડ ચોકડી નજીક અકસ્માત થતાં મુસાફરોની ચીચયારીઓથી બસ ગુંજી ઉઠી હતી. અકસ્માતમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ 108ને કરવામાં આવતા કેટલાક ઈજાગ્રસ્તને 108માં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે 8 ઈજાગ્રસ્તોને એસ.એસ.જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે 1 ઈજાગ્રસ્તનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ રૂટમાં 15 દિવસમાં એસટી બસનો બીજો અકસ્માત બન્યો છે. ત્યારે સલામતી સવારી એસટી બસ મોતની સવારી બનતી હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular