નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: અમદાવાદમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા (Traffic Issue) સતત વધી રહી છે. તેવામાં પોલીસ પણ કાયદાનું પાલન કરાવવા માટે અવનવા પ્રયોગ કરી રહી છે. ત્યારે ટ્રાફિક નિયમને (Traffic Rules) લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) એક્શનમાં આવી છે. શહેરમાં 6200 કેમેરાનો ઉપયોગ કરીને 16 ટ્રાફિક નિયમનો ભંગ કરનારા સામે દંડ ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સીસીટીવી કેમેરાથી (CCTV Camera)3 નિયમ ભંગ બદલ દંડ (E-challans) આપવામાં આવતો હતો.
અમદાવાદવાસીઓ! હવે જો ટ્રાફિકના આ 16 નિયમનો ભંગ કરશો તો તમારા ઘરે ટ્રાફિકનો મેમો આવી જશે. અમદાવાદીઓને ટ્રાફિકના નિયમનું પાલન કરાવવા માટે શહેરના ટ્રાફિક સિગ્નલ પર 6200 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેની મદદથી 16 ટ્રાફિકના નિયમનો ભંગ બદલ વાહન ચાલકને મેમો આપવામાં આવશે. અગાઉ 3 ટ્રાફિક નિયમ ભંગ બદલ સીસીટીવી કેમેરાથી વાહન ચાલકને મેમો આપવામાં આવતો હતો.
આજથી શહેરમાં 6200 સીસીટીવી કેમેરા ટુવ્હીલર, કાર અને ઓટો રિક્ષા પર બાજ નજર રાખશે. ઓટો રિક્ષામાં નિયમ કરતાં વધુ પેસેન્જર બેસાડયાં હશે તો પણ, ઈ-મેમો આવશે. ઉપરાંત રીક્ષા ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠાં હશે તો પણ, ઈ-મેમો આપવામાં આવશે. BRTS કોરિડોરમાં વાહન ચલાવશો તો પણ ઈ-મેમો આવશે. કારમાં કાળા કાચ અથવા ડાર્ક ફિલ્મ લગાવેલી હશે તો ઈ-મેમો આવશે. ઉપરાંત ચાલુ ડ્રાઈવિંગે ફોન પર વાત કરતાં હશો તો પણ સીસીટીવીથી ઈ-મેમો ઘરે પહોંચી જશે. નો પાર્કિંગ ઝોન અને આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકોને, ગતિ મર્યાદા નહીં હોય તો, ટુ વ્હિલર પર 2થી વધારે લોકો સવાર હશે તો સીસીટીવીની બાજ નજરથી બચી શકશો નહીં.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








